રીક્ષામાં ભુલાયેલો કિંમતી માલ-સામાન ભરેલા થેલો CCTVની મદદથી શોધી મૂળ માલિકને પરત કરાયો

- text


કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ તથા સેફરસીટી પ્રોજેકટ હેઠળ પોલીસે સઘન તપાસ ચલાવતા રિક્ષાની ભાળ મળી

રીક્ષા ચાલકે પ્રમાણિકતા દાખવી થેલાને મૂળ માલિકને પરત કર્યો

મોરબી : મોરબીમાં એક વ્યક્તિ રીક્ષામાં મુસાફરી દરમિયાન પોતાનો કિંમતી માલ સમાન ભરેલો થેલો ભૂલી ગયા હતા. આ બનાવની પોલીસને જાણ થતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ તથા સેફરસીટી પ્રોજેકટ હેઠળ પોલીસે સઘન તપાસ ચલાવતા રિક્ષાની ભાળ મળી હતી. આથી રીક્ષા ચાલકે પોલીસની મદદથી પ્રમાણિકતા દાખવી થેલાને મૂળ માલિકને પરત કર્યો હતો.

મોરબીના ઇન્દિરાનગર, મહેન્દ્રનગર ખાતે રહેતા મેહુલભાઇ ભીખાભાઇ ચૌહાણ ગત તા.૧ ના રોજ પોતાના ઘરેથી પોતાની બેન સાથે વડોદરા જવાનું હોય જુના બસસ્ટેશન જવા માટે સમર્પણ હોસ્પિટલ પાસેથી રીક્ષામાં બેઠા હતા.પરંતુ આ રીક્ષામાં તેઓ પોતાનો કિંમતી સામાન ભરેલો થેલો ભૂલી ગયા હતા.આ બનાવ બાબતે તેઓએ મોરબી એ ડીવીઝન પોલીસની સંપર્ક કરના સેફરસીટી પ્રોજેક્ટ તથા કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમ મોરબી દ્વારા કેમેરાનો સંયુક્ત રીતે જીણવટલો અભ્યાસ કરી આ રીક્ષાને કેમેરા કુટેઝ દ્વારા શોધી કાઢી હતી અને રીક્ષા માલીકના મોબાઇલ નંબર મેળવી તપાસ કરી રીક્ષા માલીક સવજીભાઇ ભવાનભાઇ માલટોલીયાનો સંપર્ક કર્યો હતો. આ બાબતે રીક્ષા માલીકે પ્રમાણિકતા દાખવતાં સોનાની વીંટી, ચાંદીના છડા, ૩ હજાર રૂપિયા તથા કપડાં ભરેલા થેલાને પોલીસની મદદથી મુળ માલિકને પરત કર્યો હતો.

- text

આમ મોરબી પોલીસ દ્વારા પોતાનો કિંમતી માલ-સામાન પરત અપાવવા માટે કરેલ તાત્કાલીક કાર્યવાહી પ્રભાવિત થઇને મેંહુલભાઇ ભીખાભાઇ ચૌહાણએ મોરબી પોલીસનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક, મુખ્યમથક એમ.આઇ.પઠાણ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીઝન રાધીકા ભારાઇની સુચના અને માર્ગદર્શન હેઠળ ચાલતા કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમ તથા સેફરસીટી પ્રોજેક્ટ હેઠળ આ કામગીરી પી.ડી.પટેલ, પો.સંબ.ઇ., કોમ્પ્યુટર સેલ, મોરબી, એ.બી.ત્રોજા, એ.એસ.આઇ., ઇન્ચાર્જ નેત્રમ સહદેવભાઇ દિવલાલભાઇ, પી.ડોન્ક, નેત્રમ, જનકસિંહ જયરાજસિંહ, પો.કોન્સ.નેત્રમ, હિતેન્દ્રસિંહ મનુભા, પો.કોન્સ, ફરસીટી પ્રોજેક્ટ, એ ડીવીઝન પોર્ટએ કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text