વર્લ્ડ ફિઝીયોથેરાપી ડે નિમિતે મોરબીમાં વિનામૂલ્યે નિદાન કેમ્પ

- text


સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે તા.8ને બુધવારે કેમ્પ યોજાશે

મોરબી : મોરબી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે આગામી તા.૮ને બુધવારના રોજ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિતે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.

વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિતે ફિઝીયોથેરાપી એન્ડ રીહેબિલીટેશન સેન્ટર, સ્વામિનારાયણ સંસ્કારધામ ઈમેજીંગ સેન્ટર, બીજો માળ, જી.આઈ.ડી.સી., શનાળા રોડ ખાતે બુધવારે સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન ડો.કેશા અગ્રવાલ(શાહ) MPT, BPT, MIAP. ૧૦ વર્ષના અનુભવી દ્વારા દર્દીઓને વિનામૂલ્યે નિદાન કરી આપશે.

આ વિનામૂલ્યે નિદાન કેમ્પમાં દર્દીઓને સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો, કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીનો દુખાવો, ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, હાથ-પગ તથા મોઢાના લકવા, પેરાલીસીસ, કમ્પવા, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર, ડિલીવરી પહેલાં પછીની કસરતો તેમજ કોવિડ-૧૯ પછીની તકલીફો જેમકે શ્વાસની તકલીફ કે સાંધાના દુખાવા વગેરેનું નિદાન કરી આપવામાં આવશે.

- text

કેમ્પમાં નિદાન માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. રજીસ્ટ્રેશન માટે મો. ૮૧૬૦૨ ૮૨૪૫૬, ૯૮૯૮૬ ૪૫૬૭૦ સંપર્ક કરવો અને નિદાન માટે આવતા દર્દીઓએ ફાઇલ, એક્સરે તથા રીપોર્ટ કરાવેલ હોય તો સાથે લાવવા. કેમ્પમાં સામેલ દર્દીઓને યોગ્ય ભેટ પણ આપવામાં આવશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text