મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક યોજાઇ

- text


મોરબી : મોરબી જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો, કારોબારી મિત્રો તેમજ સર્વે શિક્ષક મિત્રો દ્વારા સામાન્ય સભા તેમજ કારોબારી મીટીંગનું આયોજન અત્રેની એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલ, વીસી ફાટક પાસે, મોરબી ખાતે કરાયું હતું.

આ કારોબારી બેઠકમાં મોરબી ઘટક સંઘના તમામ હોદ્દેદારો કારોબારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ તકે ગુજરાત રાજ્ય ઉચ્ચત્તરર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઈ ઠક્કર તેમજ તેમની સાથે મહામંડળના બોર્ડના માન્ય ઉમેદવાર અને છોટાઉદેપુર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ મુકેશભાઈ પટેલ તેમજ અમદાવાદ ગ્રામ્ય ઉ.માં. શિક્ષક સંઘના પ્રમુખ રાજુભાઈ પટેલ તેમજ છોટાઉદેપુરથી અશોકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવા કે પાંચ વર્ષની સળંગ નોકરી, ફાજલના પરિપત્રમાં સુધારો, જુના શિક્ષકોની ભરતી, જૂની પેન્શન યોજના તેમજ જિલ્લા કક્ષાના પ્રશ્નો જેવા કે CPF નંબર લેવા માટે પડતી મુશ્કેલીઓ માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ભરતભાઈ પટેલે બધા પ્રશ્નોની ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી અને પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે અંગેના તમામ પ્રયત્નો ચાલુ છે અને પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે માટે મહામંડળ તમામ પ્રયત્નો કરી જ રહ્યું છે તેવી હૈયાધારણા આપી હતી.

વધુમાં આગામી બોર્ડની ચૂંટણીમાં મહામંડળના માન્ય ઉમેદવાર મુકેશભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ઘટક સંઘના હોદ્દેદારો અને કારોબારીઓ દ્વારા કરવામાં આવેલું હતું.

કાર્યક્રમનું સફળ સંચાલન ઘટક સંઘના મહામંત્રી વિશાલભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવેલું હતું તેમજ સંગઠનને મજબૂત બનાવવા સંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભારવાડીયા દ્વારા સંઘના કાર્યો અને સંગઠન શક્તિનો ચિતાર આપવામાં આવેલો હતો. ઘટક સંઘના હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ અને સાલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ સંઘના સંગઠનમંત્રી સચિનભાઈ કામદાર દ્વારા કરવામાં આવી હતી.

- text

આ તકે ઉપસ્થિત રહેલા સંઘના તમામ સારસ્વત મિત્રોનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરી મીટીંગ અને આયોજન માટે શ્રીમતિ એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સીપાલ ઉષાબેન જાદવનો આ તકે આભાર વ્યક્ત કરી પ્રમુખ ભગવાનભાઇ કુંભરવાડિયા મહામંત્રી વિશાલભાઈ ગોધાણી દ્વારા તમામ શિક્ષક ભાઈ બહેનોને સહકાર બદલ આભાર માન્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text