લજાઈ ચોકડીના ખરાબ રોડ પ્રશ્ને આંદોલનની ચીમકીથી તંત્ર દોડ્યું

- text


અધિકારીઓએ રોડ પ્રશ્ને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા હાલના તબક્કે મામલો થાળે પડ્યો

ટંકારા : ટંકારાના લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીના રોડ એક્દમ ખખડધજ હાલતમાં છે. ત્યારે હડમતિયા-લજાઈ ગામના બિનરાજકીય સામાજિક કાર્યકરોની અનશન પર બેસવાની ચીમકીથી તંત્રના અધિકારીએ સામાજિક કાર્યકરો અનશન પર બેસે એ પહેલા જ કાર્યકરોને મળી સમજાવટ કરી મૌખીક બાહેધારી આપતા હાલના તબબકે આ મામલો થાળે પડ્યો છે.

ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ સ્ટેટ હાઈવે ગણાય છે. આ રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય વારંવાર ટેલિફોનીક મૌખીક રજુઆતો કરી હોવા છતાં આ રોડ બન્યાના આઠ વર્ષમાં માત્ર થીંગડા જ મારવામાં આવતા હોવાથી વાહન ટ્રાફિકથી ધમધમતો આ રોડ તુટી જવાથી વાહન ચાલકો, ઈન્ડસ્ટ્રીયલ જોન અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે

- text

ખરાબ રોડની ફરિયાદો ચુંટાયેલા પ્રતિનિધિઓને રાજકીય સ્વરુપ ન આપવાના બદલે લોકોએ બિનરાજકીય સામાજિક કાર્યકરોને આવગત કરી ફરિયાદો કરતા સામાજિક કાર્યકરોએ લોક લાગણીને ધ્યાને રાખી અનશન પર બેસવાની તૈયારી બતાવી હતી અને આ અંગેના અહેવાલ મોરબી અપડેટમાં પ્રસારિત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. જેમાં તંત્રના અધિકારી એચ.એ.આદ્રોજાએ સામાજિક કાર્યકરો અનશન પર બેસે એ પહેલાં જ સફાળા જાગી રોડની મુલાકાત લઈ રોડની પરિસ્થિતનો તાગ મેળવી અનશન પર બેસવાની ચિમકી ઉચ્ચારનાર કાર્યકરો રમેશ ખાખરીયા, પ્રવિણ મેરજા, ગૌતમ વામજાની રૂબરુ મુલાકાત લઈને મીટીંગ યોજી જરુર જણાય ત્યાં માટીકામ, મેટલ કામ કરી પેચવર્ક કરવાની બાહેધારી આપી હતી અને સ્ટેટ હાઈવેના અંડરમા હોવાથી અમો ઉપર મુજબ રજુઆત કરીને જેમ બને તેમ લજાઈથી જડેશ્વર સુધીનો રોડ તાત્કાલિક મંજુર થાય તેવા પ્રયાસ કરીશુ તેવી તંત્રએ મૌખીક બાહેધારી આપતા હાલ મામલો થાળે પડ્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text