12મી ઓગસ્ટથી દર ગુરુવારે એક કલાક સી.એન.જી. વેચાણ બંધ

- text


પેટ્રોલ પમ્પ ડીલર એસોસિએશન દ્વારા કમિશન વધારવાની માંગ સાથે પેટ્રોલ – ડીઝલની ખરીદી પણ નહીં કરવા નિર્ણય

મોરબી : ગુજરાતના પેટ્રોલ પમ્પ માલિકો દ્વારા 12મી ઓગસ્ટથી દર ગુરુવારે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) નું વેચાણ એક કલાક માટે બંધ કરવાની ચીમકી આપી છે. ડીલરો પણ દર ગુરુવારે ઓઇલ કંપનીઓ પાસેથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પણ બંધ કરવા ચીમકી ઉચ્ચારી કમિશનમાં વધારો માંગવા ધોકો પછાડ્યો છે. સરકારે 2017 થી પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પર ડીલર માર્જિનમાં સુધારો કર્યો ન હોવાથી પેટ્રોલિયમ ડિલર્સ હવે માર્જિન વધારવા મેદાને આવ્યા છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પત્ર અનુસાર, “ગુજરાતના તમામ ડીલરોએ સર્વસંમતિથી દર ગુરુવારે પેટ્રોલ અને ડીઝલ ખરીદવા નહીં અને’ વેચાણ નહીં કરવા માટે ઠરાવ પસાર કર્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ત્રણેય ઉત્પાદનો પર વેપારી માર્જિનમાં સકારાત્મક વૃદ્ધિ જાહેર ન થાય ત્યાં સુધી, 12 ઓગસ્ટ, 2021 થી દર ગુરુવારે 1:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી એક કલાક માટે સી.એન.જી. વેચાણ બંધ રાખવામાં આવશે.

એફજીપીડીએ દ્વારા 23 જુલાઇએ ગુજરાતના તમામ જિલ્લાના વેપારી પ્રતિનિધિઓની બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણય અંગે પત્રમાં જણાવાયું છે.આને કારણે પેટ્રોલ અને ડીઝલના ગ્રાહકોને કોઈ નુકસાન થશે નહીં. પેટ્રોલ પમ્પનું વેચાણ રાબેતા મુજબ ચાલુ રહેશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નિયંત્રિત ફ્યુઅલ ડેપોમાંથી ફક્ત પમ્પ માલિકો કરે છે તે ખરીદી દર ગુરુવારે થશે નહીં. પરંતુ, ગ્રાહકો માટે સીએનજીનું વેચાણ 12 ઓગસ્ટથી દર ગુરુવારે એક કલાક બંધ રહેશે, ” તેમ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ, અરવિંદભાઇ ઠક્કરે, જણાવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે, ડીલર માર્જિનમાં સમયાંતરે બદલાવ કરવા પેટ્રોલ પંપ માલિકોની લાંબા સમયથી માંગ છે. હાલમાં ડીલરોને પેટ્રોલમાં લગભગ 3.82 રૂપિયા અને ડીઝલ પર 2.60 રૂપિયાની કમાણી થાય છે. સીએનજીના વેચાણ ભાવ પર 3 ટકાના વેપારી માર્જિન છે.

પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પર 6 ટકા વેપારી માર્જિનની માંગ કરી છે. ડીલર માટે આ એકંદર ગાળો હશે અને તે તમામ ખર્ચનો સમાવેશ કરશે જે બળતણ રિટેલિંગ આઉટલેટ ચલાવવા માટે લેવામાં આવે છે. જ્યાં સુધી આ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી પ્રતીકાત્મક વિરોધ ચાલુ રહેશે તેવું એસોસિએશનના દ્વારા જાહેર કરાયું છે.

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text