મધ્યપ્રદેશથી મોરબી ટાઇલ્સ લેવા આવતી વેળાએ અકસ્માત સર્જાતા ચારના મોત

- text


સંખેડાના છુછાપુરા નજીક એસ.ટી. બસ સાથે કાર અથડાતા સર્જાયો અકસ્માત

મોરબી : મધ્યપ્રદેશથી મોરબી ટાઇલ્સ લેવા આવી રહેલા ચાર આસમીઓની કારને સંખેડા નજીક એસટી બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચારેય લોકોના મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ડ્રાઇવરનો મૃતદેહ બહાર કાઢવા જેસીબીની મદદ લેવી પડી હતી અને પાંચેક કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર નીકળ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના શનવાડાથી ચાર મિત્રો મકાનનું કામ ચાલતું હોય, કાર લઈને ટાઇલ્સ લેવા માટે મોરબી આવવા નીકળ્યા હતા ત્યારે સંખેડા નજીક છુછાપુરા બસ સ્ટેન્ડ નજીક કાલાવડ – છોટા ઉદેપુર રૂટની બસ સાથે જોરદાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમા ગ્યારસીલભાઈ, ઈશ્વરભાઈ, દિનેશભાઇ અને રાજેશભાઇનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બન્ને વાહનો અથડાયા બાદ કારની દિશા બદલાઈ ગઈ હતી અને કારમાંથી મૃતદેહ બહાર કાઢવા જેસીબીની મદદ લેવી પડી હતી. કારમાંથી રૂપિયા 1 લાખથી વધુ રોકડ મળતા પોલીસે આ રકમ તેમના પરિવારજનોને પરત કરી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text