રાજકોટ-કચ્છ તરફથી આવતી બસ ઈદ મસ્જિદ રોડ ઉપરથી ચલાવી ટ્રાફિક સમસ્યા હળવી કરો

- text


મોરબી પાલિકાએ નવા રોડનું કામ પૂર્ણ કરી લેતા કલેકટરને જાહેરનામામાં ફેરફાર કરવા સુચન કરતા પાલિકા પ્રમુખ

મોરબી : મોરબીમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા નગરપાલિકા પ્રમુખ દ્વારા મહત્વનું સૂચન અમલી બનાવવા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવાયું છે કે રાજકોટ અને કચ્છ તરફથી આવતી એસટી બસોને નવા બનેલા ઇદ મસ્જિદ રૂટ ઉપર ચલાવવામાં આવે.

મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, તાજેતરમાં જુના બસ સ્ટેશનથી ઈદ મસ્જીદનો નવો રોડ બનાવેલ છે. તો હવે રાજકોટ, સોમનાથ તથા કચ્છ જતી અને રાજકોટ, સોમનાથ તથ કચ્છ તરફથી આવતી બસો જુના બસ સ્ટેશનથી ઈદ મસ્જીદ પાસેના મચ્છીપીઠ રોડ ઉપરથી પસાર થાય તે રીતે નવેસરથી જાહેરનામું બહાર પાડવા અને અમલ કરાવવા વિનંતી કરવામાં આવી છે.

આ રૂટ ઉપર એસટી બસ ચલાવવાથી ટ્રાફિક સમસ્યા ૫૦% જેટલી હળવી થશે અને લોકોને રાહત થશે. ઉપરાંત નાના વાહનોને પણ ટ્રાફિક સમસ્યાની સામનો કરવો પડશે નહિ. જેથી વહેલી તકે નવું જાહેરનામું અમલી બનાવવા નગરપાલિકા પ્રમુખ દ્વારા માંગણી કરવામાં આવી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text