રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મોરબીમાં : સી.સી.ટી.વી. પ્રોજેક્ટ અંગે ટકોર

- text


પોલીસ મથકોમાં પડેલા વાહનોનો નિકાલ કરવા કડક આદેશ : ઉપરથી આદેશ આવે તો જ કામગીરી કરવાને બદલે સી.સી.ટી.વી.નું સતત મોનીટરીંગ કરવા આદેશ

મોરબી : રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા છે અને આ મુલાકાત દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુન્હાના કામે જપ્ત કરવા આવેલા વાહનોના ખડકલા જોતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને આવા વાહનોંનો તાકીદે નિકાલ કરવાની સાથે સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું બારીકાઇ ભર્યું નિરીક્ષણ કરી સંબંધિત પોલીસ કર્મીઓને ઉપરથી આદેશ આવે તો જ કામગીરી કરવાને બદલે સીસીટીવીનું સતત મોનીટરીંગ કરવા ટકોર કરી હતી.

આજરોજ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જેમાં સૌ પ્રથમ એ ડિવિઝન પોલીસ મથકની તેઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન એ ડિવિઝન પોલીસ મથકના સીસીટીવી મોનીટરીંગ સિસ્ટમનું નિરીક્ષણ કરતા અહીં કેમેરાની ક્લિયારિટીની ખામી ઉડીને આંખે વળગતા તેમને આધુનિક કેમેરા અપગ્રેડ કરવા સૂચના આપવાની સાથે ઉપરથી કોઈ સૂચના આવે તો જ મોનીટરીંગ કરવાને બદલ આ ત્રીજી આંખનો ઉપયોગ કરી ગુન્હાખોરી ડામવા પ્રયત્નશીલ રહેવા પોલીસ કર્મીઓને ટકોર કરી હતી.

દરમિયાન મોરબીના મોટાભાગના પોલીસ મથકોમાં ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલા વાહનો જપ્ત કરી લેવાયા બાદ આવા વાહનોનો લાંબા સમયથી નિકાલ કરાયો ન હોય તાકીદે આ ભંગાર વાહનોનો નિકાલ કરવા પણ સ્થાનિક પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text