બીજી લહેરમાં કોવિડ સેન્ટર શરૂ કરનાર 19 સંસ્થાઓનું કલેકટરના હસ્તે સન્માન

- text


આગામી સમયમાં સંભવિત ત્રીજી લહેરમાં પણ સંસ્થાઓને આવી જ રીતે કામગીરી કરવાની હાકલ કરાઈ

મોરબી : મોરબીમાં કોરોનાની બીજી લહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓએ કોવિડ સેન્ટરો શરૂ કરીને દર્દીઓની સેવાચાકરી કરીને તેમના જીવ બચાવ્યા હતા. કપરા સમયે દર્દીઓની વહારે આવેલી આવી સેવાભાવી સંસ્થાઓને બિરદાવી પ્રોત્સાહિત કરવા માટે આજે જિલ્લા કલેકટરના હસ્તે સેવાભાવી સંસ્થાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કોરોનાની બીજી લહેરમાં કોવિડ સેન્ટર શરૂ કરનાર 19 સંસ્થાઓનું કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતકી હોવાથી હજારો લોકો સંક્રમિત થતા હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓને જગ્યા ન મળતા આવી કટોકટીભરી પરિસ્થિતિમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દર્દીઓની વહારે આવી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઠેરઠેર કોવિડ કેર સેન્ટર ઉભા કરીને રાત-દિવસ જોયા વગર તન મન ધનથી દર્દીઓની સેવા કરી હતી.

જેના પરિણામે અનેક દર્દીઓ કોરોનામાંથી જલ્દીથી સ્વસ્થ બની નોર્મલ લાઈફ જીવવા લાગ્યા છે. આવી સંસ્થાઓના અથાક પ્રયાસોને કારણે આજે મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર હવે એકદમ શાંત પડી છે અને જનજીવન પુનઃ ધબકતું થયું છે. સેવાભાવી સંસ્થાઓના સરાહનીય પ્રયાસોથી મોરબી કોરોનાની બીજી લહેરમાંથી મુક્ત થતા સેવાભાવી સંસ્થાઓને બિરદાવા માટે આજે જિલ્લા કલેકટર કચેરીએ એક સન્માન સમારોહ યોજાયો હતો.

જિલ્લા કલેકટર જે. બી. પટેલ, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, અધિક કલેકટર કેતન જોશીના વરદ હસ્તે કોરોનાની બીજી લહેરમાં ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના મંત્રને સાર્થક કરનાર સેવાભાવી સંસ્થાઓ પાટીદાર કોરોના કેર સેન્ટર-પટેલ કન્યા છાત્રાલય, લોહાણા વિદ્યાર્થી ભવન, યંગ ઇન્ડિયા ગ્રુપ, સમસ્ત સતવારા સમાજ, જય અંબે કોવિડ કેર સેન્ટર, સિમ્પોલો ફાઉન્ડેશન, ગેલેક્સી મોમીન કોવિડ કેર સેન્ટર, ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, પાટીદાર કોરોના કેર સેન્ટર-જોધપર, પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ, સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી, યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ, ઉમિયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શિયા ઇમામી ઇસ્માઇલી જમાતખાના, સરદાર પટેલ લેઉવા પાટીદાર સમાજ-ટંકારા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અજયભાઈ લોરીયા, સીરામીક એસોસિએશન, અજંતા એલપીપી એમ મળી 19 સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથેસાથે આગામી સમયમાં સંભવિત ત્રીજી લહેરમાં પણ સંસ્થાઓને આવી જ રીતે કામગીરી કરવાની હાકલ કરાઈ છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text