મોરબીના ગીચ વિસ્તારમાં ખડકાયેલા મોબાઈલ ટાવરને હટાવવા માંગ

- text


મોબાઈલ ટાવરમાંથી રેડીએશનને કારણે સ્થાનિકોના આરોગ્ય પર વિપરીત અસર પડતી હોવાની રાવ

મોરબી : મોરબીના ગીચ વિસ્તારમાં ખડકાયેલા મોબાઈલ ટાવરને કારણે સ્થાનિકોને પરેશાની ભોગવવી પડી રહી છે. જેમાં મોબાઈલ ટાવરમાંથી રેડીએશનને કારણે સ્થાનિકોના આરોગ્ય પર વિપરીત અસર પડતી હોવાની રાવ સાથે સામાજિક કાર્યકરોએ નગરપાલિકા તંત્રને રજુઆત કરી આ મોબાઈલ ટાવરને હટાવવાની માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા, જનક રાજા, અશોકભાઈ ખરસરિયાએ મોરબી પાલિકા તંત્રને રજુઆત કરી હતી કે, મોરબીના ગીચ વિસ્તાર ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરી-ગૌરાંગ શેરીના ખાંચા પાસેના પ્રતિમા એપાર્ટમેન્ટ ઉપર મોબાઈલ ટાવર ખડકી દેવામાં આવ્યો છે ત્યારે જવાબદારો દ્વારા આ માઈબલ ટાવર નાખવાની મંજૂરી લીધી છે કે નહીં તે અંગે તપાસ કરવાની માંગ કરી છે.

- text

જ્યારે મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિએશનને કારણે આ વિસ્તારના લોકોના આરોગ્ય ઉપર વિપરીત અસર પડે છે. જો કે, આ ચાર માળની બિલ્ડીંગમાં ત્રણ-ત્રણ ટાવર ફિટ કર્યા છે. આથી, આજુબાજુના ગીચ વિસ્તારમાં મકાન તથા લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. આ મોબાઈલ ટાવર ગેરકાયદે ખડકાયેલા હોય તો તાકીદે જોખમી બનેલા મોબાઈલ ટાવરને હટાવી દેવા માંગ કરવામાં આવી છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text