‘આપ’ના આગેવાનો ઉપર હુમલાના દોષીતો સામે કાર્યવાહી ન થાય તો લડતનું એલાન

- text


મોરબી આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન આપી હુમલાખોર સામે કડક કાર્યવાહી માંગ કરાઈ

મોરબી : “આપ” ના આગેવાનો પર હુમલાના બનાવના વિરોધમાં મોરબી આમ આદમી પાર્ટીએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવા અને આમ આદમી પાર્ટીના આગેવાનોને સલામતી પુરી પાડવાની માંગ કરી છે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી ન થાય તો અહિંસાના માર્ગે લડત ચલાવવાનું એલાન કર્યું છે.

મોરબી આમ આદમી પાર્ટીના અગ્રણી પરેશ પારિઆ અને એ.કે.પટેલ સહિતના આગેવાનોએ આજે કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, મહેશભાઈ સવાણી સહિતના ઉપર વારંવાર હુમલાઓ કરવાની ઘટનાઓ સામે આવી હતી. આથી અત્યાર સુધીમાં દરેક હુમલામાં પકડાયેલા કે ઓળખાયેલા અસામાજિક તત્વોનું સત્તાધારી પક્ષ ભાજપ સાથે કનેક્શન નીકળ્યું હોવાનો આરોપ મુક્યો હતો.

- text

વધુમાં આમ આદમી પાર્ટીના અગ્રણીઓ ઉપર આવા હીંચકારા હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને આ બનાવોની તટસ્થ તપાસ કરવા તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનોને સલામતી પુરી પાડવાની માંગ કરી છે. આમ છતાં સરકાર આપના આગેવાનોને સલામતી પુરી નહિ પાડે કે હુમલાખોર સામે કડક કાર્યવાહી ન કરે તો અહિંસાના માર્ગે સરકાર સામે લડત ચલાવવાની ચીમકી આપી છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text