મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સામાજિક કાર્યકરનું સન્માન

- text


મોરબી : કોરોનાની બીજી લહેર ભારે ઘાતકી રહી હતી. ત્યારે આ કોરોના કાળમાં અનેક સેવાભાવી લોકોએ દર્દીઓની સેવા માટે રાત-દિવસ જોયા વગર નિ:સ્વાર્થભાવે સેવા બજાવી હતી અને દર્દીઓને સ્વસ્થ કરવામાં સેવાભાવી લોકોએ ભારે યોગદાન આપ્યું હતું. ત્યારે મોરબી ખાતે આજે કોરોનાના કપરા કાળમાં સમાજસેવા કરવા બદલ મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ પંકજભાઈ રાણાસરીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને તેઓની સેવા બિરદાવી હતી.

- text