મોરબીમાં બે સોસાયટીઓ વચ્ચે રસ્તાનો પ્રશ્ન પોલીસ મથકે પહોંચ્યો

- text


ગાયત્રી સોસાયટી દ્વારા વિજયનગરના રસ્તા ઉપર રેતી ગડદા નાખી દેવાયા 

અઠવાડિયા અગાઉ ટોળેટોળા સામસામે આવી ગયા હતા

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર ગાયત્રીનગર પાછળ આવેલ વિજયનગર સોસાયટીનો હલણનો મુખ્ય માર્ગ ગાયત્રી સોસાયટી દ્વારા બંધ કરી દેવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વિજયનગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે, વજેપર સર્વે નંબર 1011 અને 1012ની જમીન ઉપર વિજયનગર સોસાયટી આવેલી છે. જેનો રસ્તો રવાપર સર્વે નંબર 179માંથી નીકળે છે. આ રસ્તામાંથી વિજયનગરના લોકો કાયમી પસાર થઇ રહ્યા છે ત્યારે અચાનક જ ગાયત્રી સોસાયટી દ્વારા મુખ્ય રસ્તા ઉપર બાંધકામ કરવાની પેરવી કરવામાં આવતા પાંચેક દિવસ પહેલા બન્ને સોસાયટીના પાંચ-પાંચ લોકોને પોલીસની હાજરીમાં સમજુત કર્યા હતા.

- text

આમ છતાં ફરીથી ગાયત્રીનગર સોસાયટી દ્વારા મુખ્યમાર્ગ ઉપર રેતી ઠાલવી દઈ ગડદાનો ઢગલો કરી દેવતા મામલો ફરી પોલીસ મથકે પહોંચ્યો છે. નોંધનીય છે કે અગાઉ રસ્તો બંધ કરવા પેરવી થતા બન્ને સોસાયટીમાં ટોળા સામસામે આવી ગયા હતા. આ સંજોગોમાં મામલો લોહિયાળ બને તે પૂર્વે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

- text