નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ફરી વળ્યાં

- text


હળવદના ઘનશ્યામગઢમાં મગફળીના પાકમા નર્મદાનુ પાણી ફરી વળતા ખેડૂતને નુક્શાનની ભીતિ

હળવદ : હળવદ પંથકમાં મેઘરાજાની મહેર વચ્ચે કોઈ ટીખળખોરોએ નર્મદા પેટા કેનાલનો વાલ ખોલી નાખતા કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ફરી વળતા મગફળીના વાવેતરને નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

છેલ્લા પાંચેક દિવસથી હળવદ તાલુકામાં મેઘરાજાની મહેર ચાલુ છે. જેથી ખેડૂતના ખેતરમા વરસાદી પાણી હજુ સુકાયા નથી. તેવા સમયે જ નર્મદાની 18 નંબરની પેટા કેનાલનો વાલ કોઇક ટીખળખોરોએ ખોલી નાખતા કેનાલ ઓવરફ્લો થઇ હતી અને કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, નર્મદા કેનાલના પાણી ખેડૂતના ખેતરમા ફરી વળતા ખેડૂતે 40 વિધામાં વાવેલી મગફળી પાક બળી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે.

- text

- text