મોરબી જિલ્લાના ઇન સર્વિસ ડોકટરોની પડતર પ્રશ્નો અંગે ડીડીઓને રજુઆત : 25મીથી હડતાલની ચીમકી

- text


પડતર માંગણી અને પ્રશ્નોનો ઉકેલ ન આવતા તબીબો હડતાળના માર્ગે જશે

મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ઇન સર્વીસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે ડીડીઓને રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ગુજરાત ઇન સર્વીસ ડોકટર્સ એસો. દ્વારા સરકારમાં વારંવાર ન્યાયી અને વ્યાજબી રજુઆતો બાદ પણ પડતર પ્રશ્નો ન ઉકેલાતા આખરે આગામી 25 જૂનથી ઇન સર્વિસ ડોકટરો દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છે.

રજુઆતમાં વધુમાં જણાવાયું હતું કે મે માસમાં ઇન-સર્વીસ તબીબોએ તા. 10/05/2021 થી તા.15/05/2021 દરમ્યાન કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શીત કરવામાં આવેલ તે દરમ્યાન પણ સરકાર દ્વારા કોઇપણ જાતનો પ્રતિભાવ આપવામાં આવેલ નહીં. તા.17/05/2021 થી તા.22/05/2021 દરમ્યાનની ઇન-સર્વીસ તબીબોની પેનડાઉન હડતાલ દરમ્યાન તા.18/05/2021ની તાકીદની ઇન-સર્વીસ તબીબોની રાજ્યવ્યાપી હડતાલના અનુસંધાને તા.18/05/2021 ના રોજ અગ્રસચિવ, આરોગ્ય અને પરિવાર વિભાગના અધ્યક્ષસ્થાને ઇન-સર્વીસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે બેઠક બોલાવવામાં આવેલ ત્યારે અધ્યક્ષસ્થાનેથી જણાવવામાં આવેલ કે મુખ્યમંત્રીની સુચના છે કે ઇન-સર્વીસ તબીબોએ પ્રથમ કોરોના મહામારીથી લઇની હાલના બીજા કોરોના મહામારીમાં ખુબજ સરાહનીય કામગીરી કરેલ છે એટલે તેમના રજુઆત પામેલ વ્યાજબી પ્રશ્નો અને માગણીનો ઉકેલ લાવવામાં આવે. તેવી જ રીતે નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ ટવીટર મેસેજ દ્વારા જણાવવામાં આવેલ કે આરોગ્ય કર્મચારીના પ્રશ્નો અને માગણીઓનો ઉકેલ આપવામાં આવશે,

દરમિયાન તા.31/05/2021 ના રોજ ફરીથી અગ્રસચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધ્યક્ષસ્થાને ઇન-સર્વીસ તબીબોના પ્રશ્નો અને માગણીઓના ઉકેલ માટે સરકારમાં બેઠક યોજાયેલ જેમા ઇન સર્વીસ તબીબોના રજુઆત પામેલ પ્રશ્નો અને માગણીઓની ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવેલ અને અધ્યક્ષસ્થાનેથી જણાવવામાં આવેલ કે ટુક સમયમાં ઇન-સર્વીસ તબીબોના પ્રશ્નો અને માગણીઓના ઉકેલાત્મક આદેશો કરવામા આવશે. પરંતુ આજદીન સુધી એક પણ આદેશ થયેલ નથી. જેથી ઇન-સર્વીસ તબીબોમાં રોષ અને આક્રોશ પ્રસરવા પામેલ છે તેમજ અન્યાયની લાગણી અનુભવે છે.

- text

એસોસીએશન દ્વારા ઇન-સર્વીસ તબીબોની ઓનલાઇન બેઠકમાં બોલાવી ઠરાવવામાં આવેલ છે કે ઇન સર્વીસ તબીબોના પ્રશ્નો અને માગણીઓ માટે યોજાયેલ તા.31/05/2021 ની બેઠકમાં થયેલ નિર્ણયોના અમલવારીના ન્યાયી આદેશો કરવામાં નહી આવે તો ઇન-સર્વીસ તબીબો તા.25/06/2021 ના રોજથી અચ્ચોક્કસ મુદતની હડતાલ પર જશે. જેની સંપુર્ણ જવાબદારી સરકારની રહેશે. સરકાર દ્વારા આદેશો આપવામાં આવશે ત્યાર બાદ જ ઇન-સર્વીસ તબીબો હડતાલ પરથી પરત આવશે. તા.19 જૂનના રોજની બેઠકમાં થયેલ નિર્ણય મુજબ તમામ ઇન-સર્વીસ તબીબો તા.25/06/2021 થી અચ્ચોક્કસ મુદતની હડતાલ પર જશે. ઉદભવનાર પરિસ્થિતી માટે ઇન-સર્વીસ તબીબો જવાબદાર રહેશે નહી. તેવું સ્પષ્ટપણે જણાવાયું છે.

- text