રંગપર પી.એચ.સી. ખાતે કિશોરીઓ માટે હિમોગ્લોબિન ક્વિન હરીફાઈ યોજાઈ

- text


મોરબી : રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા.૨૧ જુન વિશ્વ યોગ દિવસ તેમજ ચોથો મંગળવાર પુર્ણા દિવસની ઉજવણીમાં ૧૧થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે એચ.બી. (હિમોગ્લોબિન) ક્વિન હરીફાઈ યોજાયેલ હતી.

આજે વિશ્વ યોગ દિવસ નિમિતે મોરબી જીલ્લામાં મોરબી તાલુકામાં રંગપર પી.એચ.સી. ખાતે આઈ.સી.ડી.એસ મોરબી ઘટક-ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે ‘યોગ ભગાવે રોગ’ સૂત્રને સાર્થક કરવા તેમજ ૧૧થી ૧૮ વર્ષની કિશોરીઓનું HE/BMI/વજન/ઉંચાઇ તેમજ આરોગ્ય તપાસનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાંથી આંગણવાડી કેન્દ્રમાં સારું HB ધરાવતી ત્રણ કિશોરીઓને પ્રોત્સાહક ઈનામ તા.૨૨/૦૬/૨૦૨૧ ના રોજ પુર્ણા દિવસની ઉજવણીમાં HB ક્વિન હરીફાઈના ભાગ રૂપે આપવામાં આવશે.

- text

આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા, મોરબી ઘટક-રના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, રંગપર પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર, મુખ્ય સેવિકા મહેશ્વરીબા જાડેજા તેમજ રંગપર સેજાના આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોએ આ કાર્યક્રમને સાર્થક બનાવવા જહેમત ઉઠાવેલ હતી.

- text