આમાં ક્યાંથી વાંચે ગુજરાત!! 25 વર્ષથી ગ્રંથપાલની ભરતી જ બંધ

- text


ગુજરાત શૈક્ષણિક બેરોજગાર ગ્રંથપાલ મંચ દ્વારા રજુઆત : શિક્ષણમંત્રીને આડેહાથ લીધા

મોરબી : સરકારના વાંચે ગુજરાતના નારા વચ્ચે ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી અનુદાનિત કોલેજમાં ગ્રંથપાલની ભરતી કરવામાં આવી નથી. અને છેલ્લા ૧૦ વર્ષથી શિક્ષણમંત્રી અને શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા છતા માત્ર ખોટા વાયદા જ કરવામાં આવી રહયા હોવાની આક્રોશભેર રજુઆત શૈક્ષણિક બેરોજગાર ગ્રંથપાલ મંચ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત કોલેજમાં ગ્રંથપાલની ભરતી કરવાની માંગ સાથે શિક્ષણમંત્રીને રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, મહાશાળા-કોલેજમાં ગ્રંથપાલ ન હોય સંશોધન કાર્ય નવોનમેશ પ્રકલ્પોને વેગ મળતો નથી. NIRF રેન્કિંગમાં પ્રથમ ૧૦ ક્રમાંકમાં ગુજરાતની એક્પણ સંસ્થાનો સમાવેશ થતો નથી. ગુજરાત રાજ્યમાં ૨૫૦ કરતા વધારે કોલેજોમાંના ૨૦૦ કરતા વધારે શાળાઓમાં ગ્રંથપાયની જગ્યાઓ હાલ ખાલી છે.

વધુમાં જણાવાયું છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મહત્વાકાક્ષી અભિયાન ‘વાંચે ગુજરાત’ ૨૦૧૦થી શરૂ કરવામા આવ્યું છે. એમા પણ ગ્રંથપાલોની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી છે.

- text

બીજી તરફ ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં યુ.જી.સી.ના ભરતી નિયમો પ્રમાણે શૈક્ષણિક જગ્યાઓ પુરા વેતનથી ભરવામાં આવી છે અને મોડેલ રાજ્ય ગુજરાતમાં જ ગ્રંથપલોને અન્યાય કરી ભાવિ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવામાં આવી રહયું છે.

ઉલ્લેખનીય છે કે ગ્રંથપાલ અને માહિતી વિજ્ઞાન પરિષદ દ્વારા મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને આજદીન સુધીમાં ૫૦ કરતા પણ વધારે આવેદનપત્રો આપવામાં આવ્યા છે. પરંતુ માત્ર સકારાત્મક વચનો જ આપવામાં આવે છે. સરકાર દ્વારા માંગણીઓની અવગણના કરવામાં આવે છે.

આ સાથે જ રાજ્યની તમામ સરકારી તેમજ અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલની ખાલી જગ્યા ભરી આઠ જેટલા પડતર પ્રશ્નો ઉકેલવા માંગ પણ કરવામાં આવી છે.

- text