હવે મા-કાર્ડ માત્ર સરકારી હોસ્પિટલોમાંથી કઢાવી શકાશે

- text


મોરબી : સરકાર દ્વારા મા-કાર્ડની કામગીરી કરતી એજન્સીને રદ કરી નાખવામાં આવી છે. અને હવે મા-કાર્ડ માત્ર સરકારી હોસ્પિટલોમાંથી કઢાવી શકાશે.

ગત તા.31 મેના રોજથી મા-કાર્ડની નોંધણીને લગતી કામગીરી કરતી એજન્સીને રદ કરવામાં આવેલ છે. તેને લગતી કામગીરી માટે હાલમાં જે-તે જિલ્લા/તાલુકાની ‘મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજના’ સાથે જોડાયેલ સરકારી હોસ્પિટલ, ડિસ્ટ્રીક હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે.

- text

કોઇપણ લાભાર્થી ઉપરોકત સ્થળે જઇ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ બતાવીને પોતાનું નવું કાર્ડ કઢાવી શકે છે તેમજ તે કાર્ડમાં ફેરફાર પણ કરાવી શકે છે. હાલમાં ઉપરોકત કામગીરી બધા જ જિલ્લામાં શરૂ થયેલ હોય કોઇપણ લાભાર્થીને મુશ્કેલી પડવાની સંભાવના ન હોવાનું અધિક નિયામકે (ગાંધીનગર) યાદીમાં જણાવાયું છે.

- text