મોરબી : કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક પોલીસ દ્વારા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 30ના રોજ મોરબી તાલુકામાં પીપળી તરફ જતા રોડ ઉપર ટીંબડી ગામ પાસેથી મહાવિરસિંહ પ્રવિણસિંહ જાડેજાને મારૂતિ કંપનીની ઇકો કાર રજી.નં.GJ-12-BT-8750માં આધાર વગર અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 15 બોટલો (કી.રૂ. 5355) તથા બીયરના 6 ટીન (કિં.રૂ. 600) વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા પકડી પાડવામાં આવ્યો છે.

- text

પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ. 1,05,955નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી મહાવિરસિંહની અટકાયત કરી છે. અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

- text