હળવદ : મર્ડર કેસમાં પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ

- text


બે લોકો ઉપર હુમલો થતા એકનું ઘટના સ્થળે મોત, બીજાની હાલત ગંભીર થઈ હતી

હળવદ : હળવદના રણમલપુર ગામ પાસે આજે બેથી વધુ શખ્સોએ યુવકને રહેંસી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતના દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. હાલ પોલીસ હુમલાખોરની ઓળખ મેળવવા પ્રાથમિકતા આપી રહી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના રણમલપુર નજીક કંકાવટી ગામે જવાના રસ્તા પર આવેલ હસમુખભાઈ રણછોડભાઈ વરમોરાની વાળી વિસ્તારમાં બેથી વધુ અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયારો લઈને આવ્યા હતા. તેઓએ અહીં હરેશભાઇ ચતુરભાઈ વરમોરા અને હસમુખભાઈ વરમોરા ઉપર ખૂની હુમલો કર્યો હતો. જેમાં હરેશભાઇ વરમોરા ઉ.વ.35 નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે હસમુખભાઈને ઈજા પહોચતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ પોલીસને થતાં પી.આઈ. પી.એ દેકાવાડીયા, સર્વેલન્સ કોડના યોગેશદાન ગઢવી, દેવુભા ઝાલા, જયપાલસિંહ ઝાલા, મુમાભાઈ કરોત્રા,બીપીનભાઈ પરમાર સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા છે. હાલ પોલીસે હુમલો કરનાર શખ્સોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં હજુ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. માટે ગણતરીના સમયમાં જ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શકયતા જણાઈ રહી છે.

- text

બનાવને પગલે ડીવાયએસપી રાધિકા ભારાઈ હળવદ દોડી આવ્યા

આજે રણમલપુર ગામે હત્યાના બનાવને પગલે પોલીસ વિભાગ દોડતું થયું છે. આ બનાવને લઇ ડિવાયએસપી રાધિકાબેન ભારાઈ હળવદના રણમલપુર ગામે દોડી આવ્યા હતા. સાથે જ જિલ્લા એલસીબીનો સ્ટાફ પણ હળવદ દોડી આવ્યો છે. હાલ પોલીસ દ્વારા હત્યારાના સગવડ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

- text