નકલી રેમડેસીવીર ઈન્જેકશન કાંડમાં કોરોના પોઝિટિવ આવેલા આરોપીઓ રીમાન્ડ ઉપર

- text


મોરબીના રાહુલ સહિત ચારેય આરોપી 8 દિવસના રીમાન્ડ ઉપર સોપાયા

મોરબી : મોરબી પોલીસે ઝડપી લીધેલા રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીર કૌભાંડમાં ચાર આરોપીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સ્વસ્થ થતા આજે પોલીસે અદાલત સમક્ષ 14 દિવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા અદાલતે 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- text

કોરોના મહામારી વચ્ચે લોકોને મીઠા અને ગ્લુકોઝવાળા નકલી રેમડેસીવીર ઇન્જેક્શન ધાબડી દેવાના કૌભાંડમાં મોરબી પોલીસે મોરબીના બે શખ્સોને ઝડપી લેતા અમદાવાદ, સુરત, મુંબઈ સુધી નકલી ઇન્જેક્શનના તાર લંબાયા હતા. જેમાં મોરબીનો રાહુલ કોટેચા અને અમદાવાદના આસિફ પટ્ટણી સહિતના ચાર આરોપીઓ કોરોના પોઝિટિવ આવતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

દરમિયાન આ ચારેય આરોપીઓ સ્વસ્થ થઈ જતા આજે તપાસનીશ પોલીસે આરોપીઓના 14 દિવસના રીમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા ચારેય આરોપીઓના 8 દિવસના રીમાન્ડ અદાલતે મંજુર કર્યા હોવાની વિગતો સાંપડી છે.

- text