જન્મ-મરણ નોંધના દાખલા કાઢવાની મુદત 90 દિવસ કરવા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખની રજુઆત

- text


કોરોના મહામારીમાં લોકોની મુશ્કેલી સમજવા નાયબ મુખ્યમંત્રીને પ્રમુખ – ઉપપ્રમુખની રજુઆત

મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપ પ્રમુખે કોરોના મહામારીમાં જન્મ મરણની નોંધ માટે 30 દિવસની મુદતમાં વધારો કરી 90 દિવસ કરવા નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા તથા ઉપ પ્રમુખ જાનકીબેન કૈલાએ નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું છે કે નિયમોનુસાર કોઇ જન્મ અને મરણ થયાના કિસ્સામાં એકમાસ એટલેકે ૩૦(ત્રીસ) દિવસની અંદર નોંધણી કરાવી અને લગત કચેરીએથી પ્રમાણપત્ર મેળવી લેવાનુ હોય છે અને જો ૩૦(ત્રીસ) પછી કે એક વર્ષની અંદર તેની મોડી માહિતી આપવામાં આવેતો જન્મ અથવા મરણના ઠરાવેલા સત્તાધિકારીની લેખીત પરવાનગી તેમજ ઠરાવેલી ફી ભરવામાં અને નોટરી અથવા રાજય સરકારે આ માટે અધિકૃત કરેલા કોઇ પણ બીજા અધિકારીનું સોગંદનામુ રજુ કરવામાં આવે તોજ નોંધવાનો નિયમ છે.

- text

આ સંજોગોમાં હાલમાં કોરોનાની મહામારી માથુ ઉંચકયુ છે તેવામાં જો કોઇના પરિવારમાં કોરોનાનો પોઝેટીવ કેસ આવે ત્યારે ૧૪ દિવસ હોમકોરોનટાઇન થવુ પડે છે અને જો મૃત્યુ થાય તો પરિવારમાં શોકની લાગણી હોય છે અને પરિવાર પણ ૧૪ દિવસ સુધી જાહેરમાં નિકળાતુ નથી.તેમજ ધંધા અને રાજેગારથી પણ દુર રહે છે તેવામાં સોંગદનામુ કરાવવીને તેમના સીરે વધુ એક આર્થીક બોજો ન પડે અને લગત કચેરીએ જન્મ અને મરણની નોંધણી નોટરી કે સોગંદનામા વગર પ્રમાણપત્ર મળી રહે તે માટે જન્મ અને મરણના ૩૦(ત્રીસ) દિવસ સુધીમાં નોંધાવવાના નિયમ ને વધુ સમય લંબાવી ૯૦(નેવુ) દિવસ સુધી કરવામાં આવે અને કોઇ નોટરી કે સોગંદનામુ ન કરવુ પડે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.

- text