મોરબીમાં મીની લોકડાઉનમાં ગરીબ પરિવારોને આર્થિક મદદ માટે નિત્ય હેલ્પ મેદાને

- text


જરૂરિયાતમંદ પરિવારોને રાશનકીટ પહોંચાડી સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી

મોરબી : કોરોના મહામારીમાં મોરબી જિલ્લામાં મીની લોકડાઉન અમલી બનતા અનેક ગરીબ પરિવારો રોજગાર વગર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે નિત્ય હેલ્પ સંસ્થા આવા પરિવારોની મદદે આવી રાશનકીટ પહોચાડવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.

હાલ મોરબી શહેરમાં કોરોના મહામારીમાં ઘણાં બધા પરિવાર વેરવિખેર થઈ ગયા છે. અને કામધંધા બંધ હોવાને કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવા પરિવારને રૂબરૂ મળીને એમની પરિસ્થિતી વિષે જાણી સર્વે કરીને નિત્ય હેલ્પ દ્વારા જરૂરી રાશન કીટ પહોંચાડી અત્યારના આ સંકટ સમયે એકબીજાની મદદ કરવાના ધ્યેયથી સેવાકાર્ય શરૂ કરાયું છે.

નિત્ય હેલ્પ ટીમ મોરબીના અલગ અલગ વિસ્તારમાં, મકનસર, વાવડી, ગ્રીનચોક, સનાળા રોડ, રવાપર રોડ, વિસિપરા, જવાહર, ખારી વિસ્તાર,માં રહેતા ઘણા એવા પરિવારને રૂબરૂ મળી તેમની પરિસ્થિતિ વિશે જાણી ને લગભગ ૫૦ થી ૫૫ જેટલી રાશન કીટ જરૂરિયાતમંદ લોકો ને પહોંચાડી છે.અને હજી પણ આ સેવાકીય કાર્ય ચાલુ જ છે. જો આપના ધ્યાનમાં પણ કોઈ એવા પરિવાર હોય કે જેની ખરેખર પરિસ્થિતી ખરાબ હોય, તો નિત્ય હેલ્પ ટીમને મોબાઈલ નંબર 9069595690 ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.

- text

 

- text