હળવદમાં પાટીદાર સમાજ દ્વારા ઓક્સિજનની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર શરૂ

- text


શહેરની ઉમા કન્યા છાત્રાલય ખાતે ઓક્સિજનની સુવિધા સાથે 22 બેડ ઉપલબ્ધ

હળવદ : હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ લોકોને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેવા હેતુ સાથે હળવદ પાટીદાર સમાજ દ્વારા શહેરમાં આવેલ ઉમા કન્યા છાત્રાલય ખાતે ઓક્સિજનની સુવિધા સાથેના 22 બેડના કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે.

હળવદમાં વધતા જતા કોરોનાના કેસને લઇ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર પણ મળવી અસ્ક્ય થઈ પડી છે. ત્યારે હળવદ પાટીદાર સમાજ દ્વારા શહેરમાં આવેલ ઉમા કન્યા છાત્રાલય ખાતે 22 બેડના ઓક્સિજન સાથેના કોવિડ કેર સેન્ટરનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોવિડ કેર સેન્ટરમાં એમડી ડોક્ટર સહિતના ડોક્ટર તથા સ્ટાફ દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેશે. અહીં દર્દીઓને અને તેમના સગા વ્હાલાને નિશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોવિડ સેન્ટરમાં દરેક સમાજના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે

- text

આજે કોવિડ કેર સેન્ટરના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, હળવદ પાટીદાર સમાજના અગ્રણી જશુભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

- text