કોરોના સામે સજાગ બન્યું હળવદનું મિયાણી ગામ : 15 દિવસ માટે હાફ ડે લોકડાઉન

- text


હળવદ : હાલ કોરોના પોઝિટિવના કેસ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટી માત્રામાં નોંધાઈ રહ્યા છે. ત્યારે હળવદ તાલુકાના મિયાણી ગામે ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો દ્વારા ૧૫ દિવસનું સ્વેચ્છિક આંશિક લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં ગામમાં દુકાનો સવારે સાત થી બપોરે અગીયાર વાગ્યા સુધી જ ખુલી રહેશે. તેમ નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- text

હળવદ તાલુકાના મિયાણી ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ હેમુભાઈ ઠાકોર, તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ ઠાકોર, ચંદુભાઈ રંભાણી, વિકાસભાઈ કુરિયા સહિતનાઓની હાજરીમાં એક મીટીંગ યોજવામાં આવી હતી અને કોરોનાના વધતા જતા કેસને લઈ ગામમાં ૧૫ દિવસનુ આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં હેમુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ગામમાં દુકાનો સવારે સાત થી અગીયાર વાગ્યા સુધી ખુલી રહેશે. ગામમાં બહારગામથી આવતા અન્ય વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં સાથે ગ્રામજનો પણ જાગૃત બની સાવચેતી રાખે તેવી અપીલ કરી હતી.

- text