હળવદ આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક ખુટતી જગ્યા ભરવા ‘આપ’ ની માંગ

- text


આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું

હળવદ : હળવદમાં વધતા જતા કોરોનાના કેસને લઇ શહેરની અને ગ્રામ્ય વિસ્તારની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય કર્મીઓની ઘટનાને લઇ હળવદ આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રભારી સચિવને અને જિલ્લા પંચાયત પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી ઘટતી જગ્યા તાત્કાલિક ધોરણે ભરવા માંગ કરી હતી.

હળવદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાને અને જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાને લેખિતમાં રજૂઆત કરી હળવદ તાલુકાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક ધોરણે જે આરોગ્ય કર્મીની ઘટ છે તે જગ્યા ભરવા રજૂઆત કરાઇ હતી. સાથે જ રેપિડ અને આર્ટીપીસીઆર ટેસ્ટીંગની કીટ પણ પૂરતી આપવાની મુખ્યમંત્રીની જાહેરાત બાદ પણ ન મળતી હોય તેથી તે પણ હળવદમાં ફાળવવામાં આવે તે માટે રજૂઆતમાં જણાવ્યું હતું. તેમજ શહેરના સરા નાકે અને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું.

- text

આ તકે વિપુલભાઈ રબારી દિપકભાઈ પારેજીયા, હિતેશભાઈ વરમોરા, શૈલેષભાઈ, ગોકળભાઈ ભરવાડ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text