ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.124 અને ચાંદીમાં રૂ.189 ની વૃદ્ધિ

- text


ક્રૂડ તેલ પણ વધ્યું: કપાસ, કોટન, સીપીઓ, રબરમાં નરમાઈનો માહોલ

મેન્થા તેલમાં સુધારો: પ્રથમ સત્રમાં રૂ.૧૧૬૮૩ કરોડનું ટર્નઓવર

મુંબઈ: એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧૭૯૩૪૭ સોદામાં રૂ.૧૧૬૮૩.૭૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનાં પ્રારંભે વાયદાનાં ભાવમાં સુધારાનો સંચાર થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૪ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧૮૯ વધ્યો હતો. એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઢીલી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને રબરમાં નરમાઈનો માહોલ હતો, જ્યારે મેન્થા તેલ સુધરી આવ્યું હતું.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૮૮૫૫૩ સોદાઓમાં રૂ.૪૯૮૪.૬૩ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૫૪૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૭૭૭ અને નીચામાં રૂ.૪૬૫૦૮ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૪ વધીને રૂ.૪૬૭૧૭ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૧ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૨૭૬ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૩૦ થયા હતા, જ્યારે સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૯૯ વધીને બંધમાં રૂ.૪૬૪૪૩ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૬૭૮૬ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૨૫૦ અને નીચામાં રૂ.૬૬૬૩૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૯ વધીને રૂ.૬૭૧૭૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૨૧૨ વધીને રૂ.૬૭૨૩૩ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૧૯૧ વધીને રૂ.૬૭૨૦૬ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૨૪૨૮ સોદાઓમાં રૂ.૩૩૨૯.૩૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૪૪૨ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૨૧ અને નીચામાં રૂ.૪૪૦૩ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૩ વધીને રૂ.૪૫૦૭ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩૦૨૯ સોદાઓમાં કુલ રૂ.૪૨૦.૩૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૬૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૮૧૦ અને નીચામાં રૂ.૨૧૫૪૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૦ ઘટીને રૂ.૨૧૬૫૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૩૮.૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪.૬ ઘટીને બંધમાં રૂ.૧૧૩૨.૬ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૫૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૮.૪ અને નીચામાં રૂ.૯૫૭.૫ રહી, અંતે રૂ.૯૫૭.૮ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૩૭૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૭૧ અને નીચામાં રૂ.૧૩૩૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩ ઘટીને રૂ.૧૩૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરનો એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૫૩૦ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૮ ઘટી રૂ.૧૬,૫૦૯ના સ્તરે બંધ થયો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૯૦૪ સોદાઓમાં કુલ રૂ.૨૯૦૨.૩૩ કરોડ ની કીમતનાં ૬૨૨૯.૨૭૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૬૭૬૪૯ સોદાઓમાં કુલ રૂ.૨૦૮૨.૩૦ કરોડ ની કીમતનાં ૩૧૦.૭૧૭ ટન, ક્રૂડ તેલમાં ૩૩૭૪૦ સોદાઓમાં રૂ.૨૧૪૩.૪૯ કરોડનાં ૪૮૦૮૭૦૦ બેરલ્સ, કોટનમાં ૯૨૫ સોદાઓમાં રૂ.૮૪.૬૮ કરોડનાં ૩૮૯૦૦ ગાંસડી, સીપીઓમાં ૨૦૨૨ સોદાઓમાં રૂ.૩૩૩.૯૩ કરોડનાં ૩૦૧૬૦ ટન, મેન્થા તેલમાં ૩ સોદાઓમાં રૂ.૩૧.૦૩ લાખનાં ૩.૨૪ ટન, રબરમાં ૭૩ સોદામાં રૂ.૧.૨૭ કરોડનાં ૭૭ ટન, કપાસમાં ૫ સોદાઓમાં રૂ.૧૩.૪૦ લાખનાં ૨૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૮૭૬.૮૧૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૪૦.૮૧૨ ટન, ક્રૂડ તેલમાં ૧૧૧૫૭ બેરલ્સ, કોટનમાં ૨૨૫૭૦૦ ગાંસડી, સીપીઓમાં ૯૧૩૭૦ ટન, મેન્થા તેલમાં ૫૦.૭૬ ટન, રબરમાં ૨૬૮ ટન અને કપાસમાં ૧૨૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૭ અને નીચામાં રૂ.૬૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૪ ખૂલી, ઊપરમાં રૂ.૫૫૪.૫ અને નીચામાં રૂ.૪૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૯૨ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૮૬૭ ખૂલી, ઊપરમાં રૂ.૯૮૦ અને નીચામાં રૂ.૮૧૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૫૦ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૧૩ ખૂલી, ઊપરમાં રૂ.૫૫૫ અને નીચામાં રૂ.૪૧૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૫૩ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૨.૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૪ અને નીચામાં રૂ.૪૧.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૧.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૮૪.૩ અને નીચામાં રૂ.૪૬.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૮.૭ બંધ રહ્યો હતો.

- text