વાંકાનેરમાં કોરોનાને પગલે વકીલો 9 એપ્રિલ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં હમણાંથી કોરોનાની બેકાબુભરી પરિસ્થિતિ વચ્ચે વાંકાનેર તાલુકામાં પણ કોરોનાએ ચોતરફથી ભરડો લીધો છે. આથી, વાંકાનેરમાં કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા માટે વાંકાનેર બાર એસોસિએશન દ્વારા આજ તા.2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

- text

વાંકાનેર બાર એસોસિએશન દ્વારા જણાવ્યા મુજબ વાંકાનેર પંથકમાં હમણાંથી કોરોના સંક્રમણ વધ્યું છે. આથી વાંકનેરમાં કોરોનાની પરિસ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે વાંકાનેરના વકીલો સાથે ચર્ચા વિચારણા કરીને વાંકાનેર બાર એસોસિએશન દ્વારા સરકયુલર ઠરાવથી આજે તા.2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સાથે-સાથે વકીલોને અરજન્ટ કાર્યવાહી સિવાય બિનજરૂરી પક્ષકારોને ન બોલાવી કોર્ટ કેમ્પસ છોડી દેવાની વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત નામદાર કોર્ટને પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન વકીલો અને પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ કેસનો નિકાલ નહિ કરવા કે ક્રિમિનલ કેસોમાં પક્ષકારોના વોરંટ ઇસ્યુ ન કરવાની વિનંતી કરવામાં આવી છે.

- text