મોરબી મર્ડર કેસ : હત્યારો પોલીસની હાથવેંતમાં

- text


આરોપી ત્રાજપર ગામનો રહેવાસી : આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી : ટુક સમયમાં સત્તાવાર જાહેરાત

મોરબી: શહેરના સામાકાંઠે આવેલી ત્રાજપર ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક બે યુવાનોને ગઇકાલે રાત્રીના સુમારે છરીના ઘા ઝીંકીને ઇજાગ્રસ્ત કરાયા હતા જે પૈકીના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ હત્યાના બનાવમાં હત્યારો પોલીસની હાથવેંતમાં આવી ગયાનું જાણવા મળ્યું છે. આરોપીની ધરપકડ અંગે પોલીસ ટુક જ સમયમાં સત્તાવાર વિગતો જાહેર કરે તેવી શકયતા છે.

મોરબીના વણકરવાસમાં રહેતા 24 વર્ષીય અજીત ગોરધનભાઈ પરમાર નામના યુવાનની ગઇકાલે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં સામાકાંઠા વિસ્તારમાં તેના મિત્ર હુસેન સાથે રિક્ષામાં ગયો હતો જે દરમિયાન ત્રાજપર ચોકડી પાસે એસ્સારના પેટ્રોલ પંપ નજીક તેને કોઇની સાથે માથાકુટ થઇ હતી અને અજીત અને હુસેનને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત અજીત પરમારનું મોત નીપજયું હતું.

- text

જેમાં અજિત અને હુસેન આ બન્ને મિત્રો ત્રાજપર પાસે આવેલ કપડાની દુકાનમાં ગયા હતા. જ્યાં દુકાન બહાર એક શખ્સ નાના બાળકનો હાથ મચકોડતો હતો. આ જોઈને બન્ને યુવાનોએ શખ્સને આવી મશ્કરી કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા શખ્સે બન્ને યુવાન સાથે બોલાચાલી કર્યા બાદ તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ શખ્સની ઓળખ થઈ ચૂકી છે. તેનું નામ રમેશભાઈ મંગાભાઈ ભરવાડ છે અને તે ત્રાજપર ગામનો વતની છે.

જ્યારે બીજી બાજુ આરોપી ન પકડાય જાય ત્યાં સુધી મૃતક યુવકની ડેડબોડી નહીં સ્વીકારવાની માંગ સાથે મૃતક યુવકના પરિવારજનો સહિતના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં બેઠા છે. ત્યારે મોડી રાત્રીના મળતી માહિતી મુજબ આ હત્યાના બનાવનો આરોપી રમેશભાઈ મંગાભાઈ ભરવાડ પોલીસની હાથવેંતમાં આવી ગયો છે. અને ટુક સમયમાં જ તેની ધરપકડની વિધિવત જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.

 

- text