ક્રૂડ તેલમાં 54,36,100 બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવ બેરલદીઠ રૂ. 176તૂટ્યા

- text


સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ: સોનામાં રૂ.૫૮નો સુધારો, ચાંદીમાં રૂ.૧૭૧નો ઘટાડો

કપાસ, રબર, મેન્થા તેલમાં વૃદ્ધિ: કોટન, સીપીઓમાં નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ. ૧૧,૮૦૩ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૫૭૭૨૨ સોદામાં રૂ.૧૧૮૦૩.૫૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૮ સુધરવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧૭૧ ઘટ્યો હતો. નિકલ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઢીલી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં ૫૪,૩૬,૧૦૦ બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ.૧૭૬ તૂટ્યા હતા. નેચરલ ગેસ રૂ.૧ જેટલું મામૂલી ઘટ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, રબર અને મેન્થા તેલના વાયદાના ભાવમાં વૃદ્ધિ સામે કોટન અને સીપીઓમાં નરમાઈ હતી.

કીમતી ધાતુઓનો સૂચકાંક બુલડેક્સનો માર્ચ વાયદો ૧૪,૧૮૩ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪,૨૩૪ અને નીચામાં ૧૪,૧૭૫ બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર ૧૪,૨૨૭ના જ સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો એપ્રિલ વાયદો ૧૩,૯૩૮ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૩,૯૭૯ અને નીચામાં ૧૩,૮૪૩ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે ૬૯ પોઈન્ટ ઘટી ૧૩,૯૨૪ થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૬૯૩૩૪ સોદાઓમાં રૂ.૪૧૧૪.૮૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૭૮૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૯૯૫ અને નીચામાં રૂ.૪૪૭૭૬ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૮ વધીને રૂ.૪૪૯૬૩ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૬૦૮૨ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૬૯ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૬૦ વધીને બંધમાં રૂ.૪૪૯૪૫ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૬૦૨૬ ખૂલી, ઊપરમાં રૂ.૬૬૨૭૫ અને નીચામાં રૂ.૬૫૯૧૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૧ ઘટીને રૂ.૬૬૧૬૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૧૪૧ ઘટીને રૂ.૬૬૩૨૦ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૧૩૩ ઘટીને રૂ.૬૬૩૧૯ બંધ રહ્યા હતા.એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૭૬૨૬ સોદાઓમાં રૂ.૩૨૫૫.૩૪ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૪૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૪૭ અને નીચામાં રૂ.૪૨૬૮ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૬ ઘટીને રૂ.૪૩૦૧ બંધ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં ૪૪૩૦ સોદાઓમાં કુલ રૂ.૬૨૯.૯૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૨૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૩૪૦ અને નીચામાં રૂ.૨૧૧૪૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૦ ઘટીને રૂ.૨૧૧૮૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૬૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫.૬ ઘટીને બંધમાં રૂ.૧૧૩૮.૨ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૪૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૯.૯ અને નીચામાં રૂ.૯૪૮.૫ રહી, અંતે રૂ.૯૫૬.૪ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૬૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૬૭ અને નીચામાં રૂ.૧૨૫૮.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૫૦ વધીને રૂ.૧૨૬૩ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરના વાયદાઓમાં માર્ચ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૬૬૧ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧૬,૯૨૦ અને નીચામાં રૂ.૧૬,૬૫૦ના સ્તરને સ્પર્શી અંતે રૂ.૧૩૪ની તેજી સાથે રૂ.૧૬,૮૮૪ના ભાવે બંધ થયો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૦૪૬ સોદાઓમાં કુલ રૂ.૨૨૫૯.૫૪ કરોડ ની કીમતનાં ૫૦૩૪.૦૦૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૪૯૨૮૮ સોદાઓમાં કુલ રૂ.૧૮૫૫.૨૮ કરોડ ની કીમતનાં ૨૮૦.૩૬ ટન, ક્રૂડ તેલમાં ૩૪૭૬૨ સોદાઓમાં રૂ.૨૩૭૦.૮૨ કરોડનાં ૫૪૩૬૧૦૦ બેરલ્સ, કોટનમાં ૧૦૨૦ સોદાઓમાં રૂ.૯૨.૭૨ કરોડનાં ૪૩૩૭૫ ગાંસડી, સીપીઓમાં ૩૩૦૦ સોદાઓમાં રૂ.૫૩૦.૭૪ કરોડનાં ૪૭૩૩૦ ટન, મેન્થા તેલમાં ૩૭ સોદાઓમાં રૂ.૪.૯૪ કરોડનાં ૫૧.૮૪ ટન, કપાસમાં ૬ સોદાઓમાં રૂ.૨૦.૨૧ લાખનાં ૩૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૯૮૭૪.૦૧૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૩૮.૬૪૩ ટન, ક્રૂડ તેલમાં ૬૩૫૭ બેરલ્સ, કોટનમાં ૨૭૮૧૦૦ ગાંસડી, સીપીઓમાં ૯૬૮૧૦ ટન, મેન્થા તેલમાં ૩૯.૯૬ ટન અને કપાસમાં ૧૦૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૬ ખૂલી, ઊપરમાં રૂ.૨૪૫ અને નીચામાં રૂ.૧૭૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૩૧.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૫ અને નીચામાં રૂ.૬૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૮ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૬૦૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૦૨.૫ અને નીચામાં રૂ.૧૫૧૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૪૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૯૮૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૨૫ અને નીચામાં રૂ.૧૭૬૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૦૯ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૭ અને નીચામાં રૂ.૧૧૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૦ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૨.૬ ખૂલી, ઊપરમાં રૂ.૨૭૧.૧ અને નીચામાં રૂ.૧૬૦.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૮.૭ બંધ રહ્યો હતો.

- text