પાલિકાએ ન કર્યું તે વોર્ડ નંબર -9ના નગર સેવકે કર્યું : ભૂગર્ભનું તૂટેલ ઢાંકણ જાતે ફિટ કર્યું

- text


આવા નગર સેવક મળે તો મોરબીનું કલ્યાણ નિશ્ચિત

મોરબી : મોરબી નગર પાલિકામાં આ વખતે બાવને બાવન સદસ્ય ભાજપમાંથી ચૂંટાયેલા છે અને ચૂંટાયેલા તમામ સભ્યો પ્રજા માટે કંઈક કરી છૂટવા માંગતા હોવના સમાચારો સતત મળી રહ્યા છે. ત્યારે આજે વોર્ડ -9ના સદસ્યએ પાલિકાના કર્મચારીઓની રાહ જોયા વગર જાત મહેનત જીંદાબાદ કરી ભૂગર્ભનું તૂટેલ ઢાંકણ જાતે જ ફિટ કરતા આ વિસ્તારના લોકોમાં હવે મોરબીનું કલ્યાણ જરૂર થશે તેવી અનુભૂતિ કરી રહ્યા છે.

મોરબી અપડેટના એક વાચકમિત્ર નગર પાલિકાના નવા ચૂંટાયેલા સદસ્યની કામગીરીથી પ્રભાવિત થતા ચુપકીદીથી તેમનો ફોટોગ્રાફ લઈ અને થોડું લખાણ મોકલ્યું હતું. આ વાચક મિત્રના જણાવ્યા મુજબ આજે સવારે તેઓ ઓફિસે જવા નિકળ્યા ત્યારે સોસાયટીની બાજુમા આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમા બે વડીલ નવિ નક્કોર ક્રેટા ગાડીમા એક ગટરનુ મોટુ ઢાંકણુ લઇ આવેલ અને જાતે જ જુનુ ટુટેલુ ઢાંકણ હટાવી આ નવુ ઢાંકણુ ફિટ કરતા જોવા મળેલ.

- text

ધ્યાનથી જોતા એ વડિલમાના એક વોર્ડ નં.9 ના નવા ચુટાયેલા સદસ્ય જયંતિભાઇ વિડજા હોવાનુ જણાયેલ જેથી તેમની જાણ બહાર તસ્વીર પણ લીધેલ. આ દ્રશ્ય જોઇને ખુબ આનંદ થયો હોવાનું ઉમેરી તેઓ જણાવે છે કે પક્ષ ભલે કોઇપણ હોય પરંતુ મોરબીને બધા જ ઉમેદવાર આવા પ્રકારના મળે તો કદાચ મોરબીમા ઘણો સુધારો થઇ શકે છે.

આજે ગ્રામપંચાયતથી લઈ તાલુકા, જિલ્લા પંચાયતમાં સભ્ય થઈ ગયા બાદ નેતા બની જતા સેવકો જનતાને ભૂલી જાય છે ત્યારે જો બધા જેન્તીભાઈ બને તો મોરબી જ નહીં ભારતનું પણ ખરાઅર્થમાં કલ્યાણ થઈ જાય.

- text