મોરબી જિલ્લાના નિવૃત શિક્ષકોને તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ ન મળતા ભારે રોષ

- text


મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે -ત્રણ વર્ષથી નિવૃત થયેલા 300 જેટલા શિક્ષકો તૃતીય ઉચ્ચ પગાર ધોરણ મંજુર થવાની રાહમાં છે. હાલ અગ્રતાના ધોરણે નિવૃત થયેલા શિક્ષકોના ઉ.પ.ધો.મંજુર કરવાની નિયામકની સુચનાની અમલવારી થતી ન હોય શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને 9 વર્ષે પ્રથમ 20 વર્ષે દ્વિતીય અને 31 વર્ષે તૃતીય એમ ત્રણ ઉચ્ચતર પગાર ધોરણ મળે છે.મોરબી જિલ્લામાં છેલ્લા બે ત્રણ વર્ષથી તૃતીય ઉ.પ.ધો.ની કામગીરી થયેલ ન હોય,300 જેટલા શિક્ષકો તૃતીય ઉ.પ.ધો. મળેલ નથી, અને નિવૃત થઈ ગયા છે,31 વર્ષ પૂર્ણ થયા પછી તરત જ ઉ.પ.ધો.મળવું જોઈએ પણ આતો સાડત્રીસ, આડત્રીસ વર્ષની નોકરી થઈ ગઈ છ – સાત વર્ષની વધુ નોકરી થઈ ગઈ ઉપરાંત નિવૃત્તિ પછી પણ બે ત્રણ વર્ષો વીતી જવા છતાં આ શિક્ષકોના તૃતીય ઉ.પ.ધો.મંજુર થયા ન હોય નોકરી દરમ્યાનનું અને નિવૃત્તિ પછીનું ખુબજ મોટુ નાણાંકીય નુકશાન થઈ રહ્યું છે.

- text

પેંશન પણ દ્વિતીય ઉ.પ.ધો.મુજબનું આકારેલ હોય એમાં પણ ખુબ આર્થિક નુકશાન થાય છે,વળી તૃતીય ઉ.પ.ધો.મંજુર થયા બાદ પેંશન રિવાઈઝ કરવામાં આવશે પ્રાથમિક શિક્ષણ નિયામકે નિવૃત થયેલા શિક્ષકો ઉ.પ.ધો.અગ્રતાના ધોરણે મંજુર કરવાનો પરિપત્ર કર્યો હોવા છતાં મોરબી જિલ્લામાં અમલવારી થતી નથી એ યક્ષ પ્રશ્ન છે,માટે વહેલી તકે તૃતીય ઉ.પ.ધો. મજુંર થાય એવી માંગ ઉઠી છે.

- text