રંગ બરસે! વાંકાનેરમાં ઠેર ઠેર પિચકારી, રંગ, ધાણી, દાળિયા, ખજૂરથી દુકાનો સજ્જ

- text


રાજ્ય સરકાર દ્વારા ધુળેટી ઉજવણી પર નિયંત્રણ મુકાતા પિચકારીનાં વેપારીઓમાં અવઢવ

વાંકાનેર : આગામી હોળી ધુળેટી પર્વ અન્વયે વાંકાનેરની બજારમાં પિચકારી, ખજૂર, ધાણી દાળિયાનાં ઠેર ઠેર સ્ટોલ માલ ભરીને વેપારીઓએ સજ્જ કર્યા છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોરોના અન્વયે ધુળેટી ઉજવણી પર નિયંત્રણ લાદતા ખાસ કરીને અવનવી પિચકારી નો સ્ટોક કરીને બેઠેલા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

આગામી રવિવારે હોળી અને સોમવારે ધુળેટી પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. ત્યારે વાંકાનેરમાં પિચકારી, રંગ સહિતની ચીજ વસ્તુઓ વેચાણ માટે વેપારીઓએ સજ્જ કરી છે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ધુળેટી ઉજવણી પર નિયંત્રણ લાદવામાં આવતા પિચકારી, રંગની ઘરાકી નીકળશે કે કેમ? તે બાબતે વેપારીઓમા અવઢવ સર્જાઈ છે.

- text

જોકે આ બાબતે ઘણાં વેપારીઓ અજાણ પણ હોય પિચકારી, રંગોથી દુકાનો સજ્જ કરી છે. ખજૂર, ધાણી દાળિયા, હારડાની ગ્રામ્ય વિસ્તારની ઘરાકી જોવા મળી રહી છે.

- text