મોરબી પાલિકા દ્વારા કાલે બુધવારથી સફાઈ અભિયાન

- text


બુધવારે સવારે 7 વાગ્યે નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી સફાઈ અભિયાન શરૂ થશે

મોરબી : મોરબી નગરપાલિકામાં ભાજપનું એકચક્રી શાશન સ્થપાઈ ગયા બાદ હવે ચૂંટાયેલી બોડી દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો છે. એક પછી એક પ્રજાક્રિય કામો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલથી મોરબી નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

- text

મોરબી નગરપાલિકા દ્વારા આવતીકાલ બુધવારથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અંગે નગરપાલિકાના ભાવેશભાઈ દોશીના જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકા દ્વારા આવતીકાલે બુધવારે સવારે 7 વાગ્યે સરદાર પટેલ સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડ પાસેથી સફાઈ અભિયાન શરૂ થશે. જો કે, શહેરમાં જ્યાં જુઓ તો ગંદકીનું વર્ચસ્વ છે અને કચરાના ઠેરઠેર ખડકાયેલા ગંજને કારણે મોરબીની હાલત બદતર બની છે. ત્યારે નગરપાલિકા દ્વારા શહેરને ગંદકી મુક્ત કરવા માટે આ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવનાર છે અને તંત્ર જો આ સફાઇ અભિયાનને સાર્થક બનાવવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરશે તો મોરબીની શિકલ બદલાઈ જશે. તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી.

- text