ટંકારામા શહીદ દિને આર્ય સમાજ દ્વારા મશાલ રેલી યોજાઈ

- text


 

નરબંકાઓ ની દેશ દાઝ કાયમી પ્રજવલિત રહે તે માટે અનેરું આયોજન : મશાલ રેલી શહેરના રાજ માર્ગ પર ફરી

ટંકારા : આર્ય સમાજ ટંકારાની યુવા પાંખ આર્ય વીર દળ દ્વારા 23માર્ચ શહીદ દિવસ નિમિત્તે આજે રાત્રે 8 કલાકે વિદેશી વિધ્રમી અંગ્રેજ શાસકોને ભારતમાથી હાંકી કાઢવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહ, સુખદેવ, અને રાજગુરુના શહીદ દિને શ્રદ્ધાંજલિ આપવા અને દેશમા થતા અન્યાય સામે બંડ પોકારી આજનો યુવાન દેશદાઝથી તેના પ્રાણ પણ માતૃભુમી માટે ન્યોછાવર કરી શકે તેવી ભાવના સાથે મશાલ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

આર્યવીર દળ આયોજિત મશાલ રેલી ટંકારા શહેરના મુખ્ય રાજમાર્ગ પર ફરી હતી જેનુ પ્રસ્થાન લક્ષ્મીનારાયણ સોસાયટી વાનપ્રસ્થાશ્રમી દયાલજી આર્યના હસ્તે પ્રગટાવી હતી. ત્યારબાદ શહેરના રાજમાર્ગ પર ફરી, ત્રણ હાટડી બાદ આર્ય સમાજ ખાતે પુર્ણ થઈ હતી.

- text

આ તકે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારાની જનતા આર્ય સમાજના આર્યવીરો જોડાયા હતા .રેલીના આયોજન માટે આર્ય સમાજ ટંકારા પ્રમુખ દેવજીભાઇ પડસુંબિયાના માર્ગદર્શન હેઠળ આર્ય વીરદળ ટંકારાના રજનીકાંત મોરસાણીયા, યોગેશભાઈ કારાવડીયા, ચેતન સાપરીયા, રમણિકલાલ વડાવીયા, હસમુખભાઈ દુબરીયા, પંડિતશ્રી સુહાસજી સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

- text