મને શોધતા નહિ, હું રાજકારણથી મુક્તિ માંગુ છું : વાંકાનેરના કોંગી સદસ્યનો વધુ એક વિડીયો વાયરલ

- text


અરણીટીંબાના અદ્રશ્ય બનેલા કોંગ્રેસી સભ્ય રાજકારણ અને રાજકારનીઓથી થાક્યા : સલામત હોવાનું જણાવી અજ્ઞાતવાસમાં

વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના કોંગ્રેસના સભ્યનું પોલીસે અપહરણ કરી ભાજપને સોંપી દીધાન કોંગ્રેસના આરોપો બાદ કોંગી સદસ્યના જમાઈએ વિડીયો વાઇરલ કરી આ સદસ્ય સલામત હોવાનું જણાવ્યું હતું ત્યારે ગઈકાલે રાત્રે તાલુકા પંચાયતના સદસ્યએ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં તરતો મૂકી પોતે ભાજપ – કોંગ્રેસના રાજકારણથી થાકી ગયા હોવાનું અને હાલ સલામત હોવાનું જણાવી પોતાને શોધવાની કોશીષ ન કરવાનો સંદેશ આપતા આજના રાજકારણમાં સીધા સાદા માણસોની હાલત કફોડી બનતી હોવાનો ગંભીર પુરાવો સામે આવ્યો છે.

આજે વાંકાનેર સહિત મોરબી જિલ્લાની તમામ તાલુકા પંચાયતની પ્રમુખ તથા ઉપ પ્રમુખની ચૂંટણી યોજાનાર છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતમાં પાતળી બહુમતીથી જીતેલ ભાજપ પાસે 13 અને કોંગ્રેસ પાસે 11 સભ્યોનું સંખ્યાબળ છે ત્યારે આજે ચૂંટણીમાં બળાબળ ના પારખાં સમય પૂર્વે અરણીટીંબા બેઠકના લાપતા બનેલા સભ્ય સુરેશભાઈ બલેવિયાએ વિડીયો મેસેજ વાયરલ કરી પોતે સલામત હોવાનું અને પોતાને શોધવા માટે પોલીસ કે ભાજપ – કોંગ્રેસના રાજકારણીએ ખોટી મહેનત ન કરવા અપીલ કરી છે.

- text

નોંધનીય છે કે અરણીટીંબાના સદસ્ય સુરેશ બલેવિયાને અરજીના કામે નિવેદન નોંધવા પોલીસે બોલાવ્યા હતા બાદ માં જે પણ કઈ થયું હોય તેવો ગાયબ થઈ જતા કોંગ્રેસના ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવી પોલીસે જ આ સભ્યને દબાણપૂર્વક ભાજપને સોંપ્યાનો આરોપ લગાવી વાંકાનેર સીટી પોલીસ મથક સામે ધરણા પણ કર્યા હતા. જો કે અગાઉ સુરેશભાઈના જમાઈએ વિડીયો વાઇરલ કરી અપહરણ થયુ ન હોવાનું જણાવી કોંગ્રેસના આક્ષેપોનું ખંડન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આજના સમયના ગંદા રાજકારણને કારણે કોઈ કાચો પોચો કે સીધો સાદો માણસ ચૂંટણી લડવા મેદાને ઉતરતો નથી ત્યારે અરણીટીંબાના સદસ્યના ગઈકાલે વાયરલ થયેલા વિડીયોમાં તેમની મનોદશા જોતા ચૂંટાયાના 15 દિવસમાં જ રાજકારણથી થાકી, હારી ગયાનું સ્પષ્ટ થઈ રહ્યું છે અને ભાજપ કે કોંગ્રેસના રાજકારણીઓ સાથે તેમને કાઈ લેવા દેવા મ હોવાનું જણાવી પોતે સલામત હોવાનું અને પોતાને નહિ શોધવા તેમને અપીલ કરી છે, આમ નાનો એવો વિડીયો આજના રાજકારણમાં ગુંડાશાહી વિશે ઘણું ઘણું કહી જાય છે.

- text