ટંકારાના જબલપુર ગામને 100 વર્ષ પુર્ણ થતા રંગેચંગે શતાબ્દી મહોત્સવ ઉજવાયો

- text


 

ગામ તોરણ અને 21 કુંડી મહાયજ્ઞ યોજાયો : પુરાણી પરંપરા પુનઃ સ્થાપિત કરાય

ટંકારા : આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે અગ્રેસર રહેતુ ટંકારાનુ 2000 હજારની વસ્તી ધરાવતા જબલપુર ગામને 100 વર્ષ પુર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો અને ગામને ફરીવાર તોરણ વિધી કરી 21 કુડી મહાયજ્ઞ યોજાયો હતો.

એક સૌ વર્ષ બાદ આ ગામના રહીશ અ.સૌ. ચંદ્રિકાબેન સુરેશભાઈ ગડારા હસ્તે પુન: તોરણવિધી થઈ હતી. પ્રથમ હવનકુંડના યજમાન રેવાભાઈ હરજીભાઈ ગડારા રહી સમસ્ત ગામે આ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

ટંકારાથી આથમણે જામનગર હાઈવે કાઠે આજથી એક સૌ વર્ષ પહેલાં 11-3-1921ને સોમવારે મોરબી દરબાર વાધજી ઠાકોર સાહેબના કામદાર ટંકારા તાબેના ચુનીભાઈના વખતમાં હિરાપર ગામના ફેફર સાખના પટેલ બેચરભાઈનો પુત્ર પોપટભાઈ સાતકબેસી આંબાભાઈ, જેરાજભાઈ, ભીમાભાઈ, પોપટભાઈ તથા હરજીભાઈ બધાએ મળી બપોરના 12:30 વાગ્યે જબલપુર ગામનુ તોરણ બાંધ્યું હતું.

- text

એ વખતના નાના ખીજડીયાના ગૌરબાપા જાની રાજારામ વીરજીભાઈએ થાપા મારી 100 સાતીની જમીન અને અંદાજે 300 ની માનવ વસ્તી સાથે ગામમા રહેણાંક શરૂ કર્યો હતો.

- text