જાગો ગ્રાહક જાગો : આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

- text


ગ્રાહકોના અધિકાર અંગે જાગૃતિ ફેલાવવાનો ઉદેશ્ય

દર વર્ષે 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવાય છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો પ્રત્યે વિશ્વમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. તેનો હેતુ ગ્રાહકોમાં અધિકારોનું સન્માન કરવા અને બજારમાં થતું ગ્રાહકોનું શોષણ રોકવાનો છે. દેશમાં ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા ‘જાગો ગ્રાહક જાગો’ સૂત્ર સાથે જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

કોને ગ્રાહક કહી શકાય?

કાનૂનમાં મૂલ્ય ચૂકવીને અથવા ચૂકવવાનું વચન આપી અથવા અંશત ચૂકવીને અને અંશત ચૂકવવાનું વચન આપીને માલ અથવા ચીજવસ્તુને ખરીદનારી અથવા સેવા મેળવનારી વ્યક્તિને ગ્રાહક ગણવામાં આવે છે. જો કે ફેર વેચાણ માટે માલ ખરદીનાર કે કોઈ વાણિજ્યક હેતુ માટે માલ ખરીદનારનો કે સેવા મેળવનારનો ગ્રાહકની વ્યાખ્યામાં સમાવેશ કરાતો નથી.

- text

ગ્રાહકોના અધિકારો ક્યા છે?
  1. સુરક્ષા દ્રષ્ટિએ ખતરનાક એવા દરેક પ્રકારના સામાનો અને સેવાઓથી સુરક્ષાનો અધિકાર

2. દરેક વસ્તુ અને સેવાઓના પ્રદર્શન અને ગુણવત્તા બાબતે સંપૂર્ણ જાણકારીનો અધિકાર

3. માલ અને સેવાઓના મફત પસંદગીનો અધિકાર

4. ગ્રાહકના હિતોથી સબંધિત દરેક નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં સુનાવણીનો અધિકાર

5. ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેનું નિવારણ કરવાનો અધિકાર

રાષ્ટ્રિય ગ્રાહક હેલ્પલાઇન નંબર

ગ્રાહકોનો અધિકારોને જાણવા માટે ઉપભોક્તા ટોલ ફ્રી નંબર 1800-11-4000 અથવા 14404 પર કોલ કરી શકાય છે. હેલ્પલાઇન નંબર પર ઉપભોક્તાને સશક્ત બનાવવા માટે સલાહ, સુચના અને માર્ગદર્શન પ્રદાન કરવામાં આવે છે અને તેમના સવાલોનું સમાધાન કરવામાં આવે છે. તમામ ગ્રાહકો, કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સી, પ્રાઇવેટ કંપનીઓ, લોકપાલ અને કોલ સેન્ટર વગેરેને એક મંચ ઉપર લાવવા માટે એક એકીકૃત ફરિયાદ નિવારણ તંત્ર (INGRAM) પોર્ટલની પણ શરૂઆત કરવામાં આવી છે.

- text