મોરબીના લીલાપરમાં બાઈક પર વિદેશી દારૂની હેરફેર કરતા બે ઝડપાયા

- text


36 બોટલ વિદેશી દારૂ તથા બાઇક મળી કુલ રૂ. 23,500 નો મુદ્દામાલ જપ્ત કરતી મોરબી તાલુકા પોલીસ

મોરબી: તાલુકાના લીલાપર ગામની સીમમાંથી નીકળેલા ડબલ સવારી બાઈકચાલકને શંકાના આધારે રોકવાની કોશિશ કરતા ચાલકે બાઇક ભગાવી મૂક્યું હતું. આથી તાલુકા પોલીસે બાઈકનો પીછો કરી તેને આંતરીને બાઈકચાલક પાસે રહેલા બાચકા તપાસતા તેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આથી તાલુકા પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન લીલાપર ગામની સીમમાંથી પસાર થતા બાઇક નંબર GJ 03- FB- 4281ને શંકાના આધારે અટકાવવાની કોશિશ કરતા ચાલકે બાઇક મારી મૂક્યું હતું. પોલીસે બાઇકને આંતરી ઉભું રખાવી બન્ને શખ્સો પાસે રહેલા બાચકાની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નંબર 1 બ્રાન્ડની વહીસ્કીની 36 બોટલો કિંમત રૂપિયા 13,500 મળી આવી હતી. આથી પોલીસે 25 વર્ષીય વિજય વિક્રમભાઈ દારોદરા (રહે. લગધીરનગર, નવાગામ) તથા 25 વર્ષીય કિરીટ પ્રભુભાઈ ઉચાણા (રહે. ભડીયાદ, તા. મોરબી) વાળાની અટકાયત કરી બાઇક કિંમત રૂપિયા 10,000 અને દારૂ કિંમત રૂપિયા 13,500 મળી કુલ 23,500નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ઉક્ત દારૂની બોટલો ક્યાંથી લઈ આવ્યા હતા એ અંગે ઝીણવટ ભરી તપાસ આદરી છે.

- text

આ કામગીરીમાં એ.એસ.આઈ. નટવરસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ. જયસુખભાઈ વાસીયાણી, યોગીરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, ફતેસંગ પરમાર, જયદીપભાઈ પટેલ, અનાર્મ લોકરક્ષક પંકજભા ગુઢડા, રવિરાજસિંહ જાડેજા તથા જયેશભાઇ ચાવડા સહિતના રોકાયા હતા.

- text