મોરબી : કૌશલ્ય કેન્દ્રમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

- text


18 થી 40 વર્ષના ભાઈઓ- બહેનોને ટૂંકાગાળાની રોજગારલક્ષી તાલીમ અપાશે

મોરબી: પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર દ્વારા મોરબીમાં વિનામૂલ્યે રોજગારલક્ષી તાલીમ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર દ્વારા મોરબીમાં રવાપર રોડ, ડી માર્ટની બાજુમાં, ઘનશ્યામ માર્કેટના ત્રીજા માળે પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે.

- text

જ્યાં 18 વર્ષથી 40 વર્ષની ઉંમરના ભાઈઓ તથા બહેનોને ભારત સરકાર તરફથી ચાલતી ટૂંકાગાળાની તાલીમ વ્યવસ્થામાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આ તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને પુસ્તકો, યુનિફોર્મ, બેગ તેમજ આઇકાર્ડ વિનામૂલ્યે આપવામાં આવે છે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે બે લાખ રૂપિયાનો વીમો તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. આ માટે શરૂ થનાર નવા સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે. મર્યાદિત સંખ્યામાં એડમિશન આપવાનું હોવાથી વહેલા તે પહેલાના ધોરણે ઉપરોક્ત સ્થાને સવારે ૯થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

આ તાલીમ કેન્દ્રમાં રિટેલ ટ્રેની એસોશિયેટ માટે ૧૦ ધોરણ પાસ તથા વેરહાઉસ પેકર માટે ૮ ધોરણ પાસ કરેલા વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેંકની પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લઈને જવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૭૪૮૭૦ ૭૬૩૭૪ પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

- text