- text
મોરબી એસ.ઓ.જી ટીમ દ્વારા કાર્યવાહી
મોરબી : મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાંથી બાતમીને આધારે દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તરફથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઈ રહે તે અંગે મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખી અસમાજીક પ્રવૃતિ કરતા ઇસમો શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ કિશોરભાઇ મકવાણા, પો. હેડ કોન્સ. રસિકભાઈ કડીવારને મળેલ ચોકકસ હકિકત આધારે વાંકાનેરના વધાસિયા ગામની સીમમાંથી આરોપી જીલુભાઈ નાનુભાઇ ચૌહાણ, ઉવ ૪પ ધંધો-ખેતી રહે. ઘનુભા ઝાલાની વાડીમાં વઘાસીયા સીમ તા.વાંકાનેર મૂળ- ગામ માથક તા.હળવદ વાળાને એક દેશી બનાવટની જામગરી બંદુક કી.રૂ.1500 સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી વાંકાનેર સીટી પો.સ્ટે.ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
- text
આ કામગીરી એ.એસ.આઇ કિશોરભાઇ મકવાણા, એચ.સી.રસીકભાઈ કડીવાર, પો.કોન્સ. યોગેશદાન ગઢવી, તથા સતીષભાઈ ગરચર તથા ડ્રા.પો.કોન્સ, સંદીપભાઇ માવલા વિગેરેએ કરેલ હતી.
- text