મોરબીમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં પોલીસે ગઈકાલે અલગ અલગ સ્થળેથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો સહિતનો મુદામાલ કબ્જે કરીને બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગત મુજબ એલસીબીએ બાતમીના આધારે મોરબીના જુના ઘુટ્ટુ રોડ ઉપર આવેલ મેગા સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં દોરડો પાડીને વિદેશી દારૂની મેકડોવેલ્સ-૦૧ રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૦૭ કિ.રૂ.૨૬૨૫ નો મુદામલ સાથે આરોપી અનીલભાઇ જીણાભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ. ૩૦ ધંધો મજુરી રહે. હાલ જુના ઘુટું રોડ મેગા સીરામીકમાં મોરબી ) ને ઝડપી લીધો હતો. બીજા બનાવમાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે સામાંકાંઠે કુળદેવી પાન સામે જાહેર રોડ ઉપર જીજે-૩૬-એબી-૨૪૪ નંબરના એક્ટિવા બાઈક ઉપર ઈંગ્લીશ દારૂની બોટલ સાથે નીકળેલા આરોપી દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉંવ ૨૧ ધંધો મજુરી રહે. અનંતનગર શેરી નંબર ૨ ભારતીય વિધ્યાલય પાસે મોરબી-૨ ) ને ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૧ લક્ષરી પ્રિમિયમ વ્હિસ્કીની ૭૫૦ મીલી કાચની કંપની શીલ પેક બોટલ નંગ-૧ કિંરૂ.૩૭૫ તથા એક્ટીવા મળીને કુલ મુદામાલ કિંરૂ.૧૦,૩૭૫ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text