મોરબી શહેરમાં બે રોડને પરશુરામ અને શંકરાચાર્યનું નામકરણ

- text


મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા નવલખી રોડ પર રેલ્વે ફાટકથી નવલખી બાયપાસ-રેલ્વે ફાટક સુધીના રોડને ભગવાન પરશુરામ માર્ગ નામ આપવામાં આવેલ છે. જે ડો. લહેરૂ લેબોરેટરી તથા લહેરૂ એસોસીએટસના સૌજન્યથી ગત તા. 4ના રોજ બોર્ડની અનાવરણ વિધી કરવામાં આવેલ છે. જેમાં પરશુરામ ટ્રસ્ટ પ્રમુખ ભુપતભાઇ પંડયા, ડો. અનિલ મહેતા, ડો. બી. કે. લહેરૂ, મહેશ ભટ્ટ, નરેન્દ્ર મહેતા, નલિન ભટ્ટ, રાજુભાઇ ભટ્ટ, વિનુભાઇ ભટ્ટ, જયંતિ દેકાવાડીયા વિગેરે મહાનુભાવ તથા ટ્રસ્ટીઓએ હાજરી આપેલ છે.

- text

વધુમાં, મોરબી નગરપાલિકા દ્વારા રેલ્વે સ્ટેશનથી પાડા પુલ સુધીના રોડને આદ્ય જગગુરૂ શંકરાચાર્ય માર્ગ નામ આપવામાં આવેલ છે. જે ડો. લહેરૂ લેબોરેટરી તથા લહેરૂ એસોસીએટસના સૌજન્યથી બોર્ડ મુકવાની અનાવરણ વિધી ગઈકાલે તા. 6ના રોજ કરવામાં આવેલ છે. જેમાં રામનારાયણભાઇ દવે, ડો. બી. કે. લહેરૂ, મહેશ ભટ્ટ, ડો. રાજુભાઇ, ડો. અનિલભાઇ મહેતા, નરેન્દ્ર મહેતા, દામજી મિસ્ત્રી, પકુલભાઇ લહેરૂ, સવજીભાઇ અઘારા અને શંકરાચાર્ય મંદિરના ટ્રસ્ટી વિગેરે મહાનુભાવ હાજર રહેલ છે.

- text