વાંકાનેરમાં સ્થાનિક ચુંટણીનો ધમધમાટ : તાલુકા પંચાયત ચુંટણીમાં કુલ 168 બુથ પરથી થશે મતદાન

- text


તાલુકા પંચાયત ચુંટણીનાં આશરે 1000 જેટલા પોલીંગ સ્ટાફને અપાઈ તાલીમ

(કેતન ભટ્ટી) વાંકાનેર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરાયો છે. તાલુકા પંચાયત ચુંટણીમાં 1000 જેટલો પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે, જેઓને આજ રોજ અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે તાલીમ આપવામાં આવી હતી.

- text

આગામી તા. 28 ફેબ્રુઆરીનાં રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે સરકારી તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. માત્ર વાંકાનેર તાલુકા પંચાયત ચુંટણીની જ વાત કરીએ તો કુલ 168 બુથ પરથી મતદાન થશે. ત્યારે આ તમામ બુથો પર 1000 જેટલો પોલીંગ સ્ટાફ ખડેપગે ફરજ બજાવશે. જેમાં શિક્ષકો સહિતનાં વિવિધ કર્મચારી સ્ટાફ ફરજ બજાવશે. તેઓને ઈવીએમનો ઉપયોગ કેમ કરવો, તે સહિતની જરુરી તાલીમ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. વાંકાનેર નગરપાલિકામાં 28 સીટ, તાલુકા પંચાયતમાં 24 સીટ અને જિલ્લા પંચાયતમાં 6 સીટ માટે ચુંટણી યોજાશે.

- text