મેરેજ એનિવર્સરીની ઉજવણી પ્રસંગે રામજન્મભૂમિ મંદિર માટે ફાળો

- text


સિરામિક એસોશિએશન ઉપપ્રમુખનું પ્રેરણાદાયી પગલું

મોરબી : મોરબી સિરામિક એસોસિએશન અગ્રણી દ્વારા લગ્નતિથીની ઉજવણી પ્રસંગે રામજન્મભૂમિ મંદિર નિર્માણમાં સહયોગ આપી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામજન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે આજે ભારત વિકાસ પરિષદ મોરબીના મંત્રી તથા સિરામીક એસોસિએશનના અગ્રણી હરેશભાઈ બોપલિયા તથા કુસુમબેનની લગ્ન દિવસની ઉજવણીની ખુશાલીમાં રામજીભાઈ બોપલિયા પરિવાર તરફથી રુ 55555 નું સમર્પણ કરવામાં આવેલ સાથો-સાથ ત્યાં ઉપસ્થિત મહેન્દ્રનગર વિસ્તારના અગ્રણી અશ્વિનભાઈ બોપલિયાના પિતાશ્રી અંબારામભાઈ મોહનભાઇ બોપલિયા દ્વારા પણ 55555 રુ નું સમર્પણ કરેલ હતું.

- text

આ પ્રસંગે ઉપસ્થિત આ જ પરિવારના મહેશભાઈ બોપલિયા કે જેઓ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સહસંયોજક મહેશભાઈ બોપલીયા, સંયોજક રામનારાયણભાઈ દવે, સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા, ઉપ પ્રમુખ મુકેશ કુંડારીયા, વિજયભાઇ તથા ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીલ્લા પ્રચારક સંતોષજી દુબે, જસ્મીનભાઈ હિંસુ સહિતના અગ્રણીય ઉધોગપતી અનિલ સુરાણી, વિનોદ અંબાણી, પરેશ ઘોડાસરા, સુનિલ અધારા પ્રકાશભાઇ, અશોક રંગપરીયા તથા પરિવારજનોએ આ પ્રેરણાદાયી ઉજવણીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

- text