રફાળેશ્વર નજીક છરી મારી લૂંટ કરનાર બે સગીર ઝડપાયા

- text


બે દિવસ પૂર્વે બનેલા બનાવમાં રાહદારીઓએ ચાર પૈકી એક આરોપીને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એકને પોલીસે દબોચ્યો હતો

મોરબી : તાલુકા પોલીસ સ્ટે.ની હદમાં આવતા રફાળેશ્વર પાસે બે દિવસ પૂર્વે રીક્ષા ચાલક સહિત ચાર શખ્સોએ એક પરપ્રાંતીયને છરી બતાવી બાદમાં ઇજા કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. પરપ્રાંતીયની ફરિયાદને આધારે પોલીસે 1 શખ્સની અટકાયત હતી જ્યારે એક આરોપીને રાહદારીઓએ જ ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. બે આરોપીઓ નાસી છૂટ્યા હતા જેની તપાસ કરતા બન્ને આરોપીઓ સગીરવયના હોવાનું સામે આવ્યું છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બન્ને સગીરોની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

- text

બુધવારે રાત્રે આશરે 9 વાગ્યાના સુમારે રફાળેશ્વર નજીક રિક્ષામાં સવાર ચાર શખ્સોએ 33 વર્ષીય સુનિલકુમાર રાજેન્દ્રપ્રસાદ ગૌતમ રહે. રફાળેશ્વર વાળાને હાથમાં છરી મારી 700 રૂપિયાની રોકડ તથા મોબાઇલની લૂંટ ચલાવી હતી. બનાવને લઈને સ્થળ પર એકઠી થયેલી ભીડે રીક્ષા ચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. જે પૈકી એકને પોલીસે ગુરુવારે જ ઉઠાવી લીધો હતો. જ્યારે બનાવને અંજામ આપનાર બાકીના બેને ઝડપી લેવાતા બન્ને સગીર વયના (17 વર્ષની ઉંમરના) હોવાનું તપાસમાં ખુલ્યું છે.

 

- text