મોરબી : વ્હોરા સમાજની મહિલાઓએ પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બનાવેલી ઉપયોગી વસ્તુનું પ્રદર્શન યોજાયું

- text


મોરબી : મોરબીમાં વ્હોરા સમાજના તાબે બાતુલ મુમેનાન કમીટી અને ઉમરુલ ખારીજીયા કમીટી દ્વારા પ્લાસ્ટિક મટીરીયલથી થતા નુકશાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટાડવા અને પ્લાસ્ટિકનો રીયુઝ થઈ શકે તે માટે શક્ય પ્રયાસ કરવાના ઉદેશથી હેપીનેસ્ટ પ્રોગ્રામ અંતર્ગત પ્લાસ્ટીક બોટલમાંથી ડેકરોટીવ ચીજ વસ્તુઓ બનાવવા ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વ્હોરા સમાજ 70 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આ મહિલાઓ દ્વારા ફ્લવાર પોટ, ફોટાફ્રેમ, હોમ ડેકોરેટિવ સામાન, પ્લાસ્ટીક બોટલની ફૂલદાની, પ્લાસ્ટિક મટીરિયલમાંથી બનેલ ઝૂમર, ડેકોરેટીવ ઘડિયાળ, નાના બાળકો માટે રમકડાં વગેરે અલગ ચીજ વસ્તુઓ બનાવી પ્રદર્શનમાં રજૂ કરી હતી.આ સ્પર્ધામાં બંસીબેન શેઠે નિર્ણાયક બની મહિલાઓની ચીજ વસ્તુઓને બિરદાવી શ્રેષ્ઠ કૃતી પસંદ કરી હતી. આ તકે વ્હોરા સમાજના ધર્મગુરુ કેઝરભાઈ, શેખ તાહેરભાઈ તેમજ મોરબી પાલિકાના કર્મચારી અને વ્હોરા સમાજના અગ્રણી ઝુઝર અમીન હાજર રહ્યા હતા.

- text

- text