UPSCની પરીક્ષા છેલ્લી તક ચુકી જનાર ઉમેદવારોને મળશે વધુ એક મોકો

- text


મોરબી : કોરોનાકાળમાં યોજાયેલ યુપીએસસીની પરીક્ષા આપવામાં બાકાત રહેલા છેલ્લી તક હોય તેવા ઉમેદવારોને વધુ એક વાર તક આપવા કોર્ટે દ્વારા ચુકાદો અપાયો છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.)ની પરીક્ષાની તૈયારી કરી રહેલ રચના સિંહે અરજી દાખલ કરી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે ગયા વર્ષે 31મેના રોજ નક્કી થયેલ યુ.પી.એસ.સી.ની પરીક્ષા 4 ઓક્ટોબરના રોજ લેવામાં આવી હતી.પરંતુ કોરોના વાયરસના લીધે તૈયારી કરી શક્યા ન હતા અથવા કોઈ કારણોસર પરીક્ષા આપી શક્યા નથી અને જે ઉમેદવારોને છેલ્લો પ્રયાસ હોય તેવા ઉમેદવારોને વધુ એક મોકો આપવામાં આવશે.

- text

એ.એસ.જી એસ.વી રાજુએ જસ્ટિસ એ.એમ.ખાનવીલકરની અધ્યક્ષતા વાળી બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા કોર્ટને લેખિતમાં આપવામાં આવ્યું હતું આ ફક્ત એક વખત માટે જ પરીક્ષા છે.જેમાં કહ્યું હતું કે યુ.પી.એસ.સી.ની પરીક્ષાની વય મર્યાદા અનુરૂપ સાથે 2020 માં છેલ્લો પ્રયાસ કરનારા ઉમેદવારોને વધારાની તક આપવાનું કહ્યું હતું. આ અંગે 1 ફેબ્રુઆરી સોમવારે કોર્ટનો ચુકાદો યુ.પી.એસ.સી.ના ઉમેદવારોની તરફેણમાં ન હતો, અને વધુ ચર્ચા અને સુનાવણી માટે શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે આજે કોર્ટે અમુક નિયમ અને વય મર્યાદાને ધ્યાનમાં રાખીને પરીક્ષા ફરી આપી શકાશે તેવો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

સરકારી આંકડા મુજબ 4 ઓક્ટોબર રોજ પરીક્ષામાં ઓછામાં ઓછા 4,86,952 ઉમેદવારો હતા, તેમાંથી 3308 ઉમેદવારોને આ લાભ મળશે ગયા વર્ષે પરીક્ષા આપવા વાળામાંથી 100 લોકો એવા હતા જેની વય મર્યાદાની કેટેગરી પુરી થઈ હતી.

યુ.પી.એસ.સી.ની વયમર્યાદામાં ઓછામાં ઓછી વય 21 વર્ષ અને વધુમાં 32 વર્ષ છે. જેમાં એસ.સી., એસ.ટી.,ને પાંચ વર્ષ વધુ ઓબીસી ને ત્રણ વર્ષની વધુ છૂટ હોય છે. કોર્ટના આ નિર્ણયથી અનેક ઉમેદવારોને રાહત મળી છે.

- text