મોરબીમાં ડીડીઓ અને અધિક કલેકટર સહિતના અધિકારીઓએ લીધી કોરોના વેકસીન

- text


 

જીલ્લામાં અંદાજે સાંજ સુધીમાં 1000 કર્મીઓને રસી આપવામાં આવશે

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં આજે ડીડીઓ, અધિક કલેકટર સહિતના અધિકારીઓ કોરોનાની રસી મુકાવી હતી.જ્યારે મોરબી જિલ્લામાં આજ સાંજ સુધીમાં 1000 કર્મીઓને રસી આપવામાં આવશે

- text

મોરબી જિલ્લામાં હાલ ફ્રન્ટ લાઈન વોરિયરને કોરોના રસીકરણ કરવાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે મોરબી જિલ્લામાં ફરી કોરોના વોરિયર માટે રસીકરણની સવારથી શરૂઆત કરવામાં આવી હતી.આ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ, હળવદની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને વાંકાનેર, સામુહિક આરોગ્ય કેન્દ્ર – ટંકારા અને માળીયા , પ્રાઇવેટ ક્રિષ્ના હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલ મોરબી ખાતે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અધિક કલેકટર કેતન જોષી, ડીડીઓ પી.જે ભગદેવને રસી આપવમાં આવી હતી.આ ઉપરાંત આજ સાંજ સુધીમા મોરબી જિલ્લા માં ફ્રન્ટ લાઈન વર્કર્સ જેવા કે રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, નગરપાલિકાના અધિકારીઓઅને કર્મચારીઓ સહિત અંદાજે 1000 કર્મીઓને રસી આપવામાં આવશે.

- text