મોરબી : રહેણાંક મકાનમાંથી 180 ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એકની ધરપકડ

- text


 

એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)એ રૂ.67,500 ની કિંમતનો ઈંગ્લિશ દારૂ જપ્ત કર્યો

મોરબી : મોરબીના લાતીપ્લોટ પાછળ આવેલ જોન્સનગરના એક રહેણાંક મકાનમાં ઈંગ્લિશ દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)નો સ્ટાફ તે મકાનમાં ત્રાટક્યો હતો.પોલીસે મકાનમાંથી રૂ..67,500 ની કિંમતની 180 ઈંગ્લિશ દારૂની બોટલો સાથે આરોપી મકાન માલિકને ઝડપી લીધો હતો.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ દારૂ-જુગારની બદીને નાબૂદ કરવાની સૂચના આપતા એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડના જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે મોરબીના લાતીપ્લોટ પાસે આવેલ જોન્સનગરની શેરી નંબર 8 માં રહેતા મકબુલ ઉર્ફે મકસુંદ હનીફભાઈ ચાનીયા પોતાના મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો રાખી દારૂનો વેપલો કરે છે.આ પ્રકારની ચોકસસ હકીકત મળતા એલસીબી ( લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ના સ્ટાફે તે મકાનમાં દોરડો પડયો હતો.પોલોસે આ મકાનમાંથી રૂ.67,500 ની કિંમતની 180 ઈંગ્લિશ દારૂની બોટલો સાથે આરોપીને ઝડપી લીધો હતો.તેમજ આરોપી વિરુદ્ધ એ ડિવિજન પોલીસ મથકે પ્રોહીબિશન એકટ હેઠળ.ગુનો નોંધાવ્યો હતો.આ દારૂની રેડની કામગીરીમાં એલસીબી સ્ટાફના ચંદુભાઈ કણોતરા, પેરોલ ફર્લો સ્કવોર્ડના રસિકભાઈ ચાવડા,જયવંતસિંહ ગોહિલ, ચંદ્રકાન્તભાઈ વામજા, જયેશભાઇ વાઘેલા, ભરતભાઇ મિયાત્રા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા સહિતના જોડાયા હતા.

- text